પોલીસ સ્ટેશનમાં જ મંગાએ મીડિયા કર્મીઓ સાથે કરી માથાકૂટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 16:34:14
  • Views : 98
  • Modified Date : 2023-07-04 16:34:14

અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોપીઓ બિંદાસ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગીતા મંદિર વિસ્તારમાં પોલીસની રહેમ નજર હોય તેવું જણાઈ રહ્યું છે. આરોપીઓ બેફામ બન્યા હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યાં છે.  પોલીસ છાવરતી હોવાથી આરોપી દાદાગીરી કરી રહ્યા છે. 2 વખત પાસા થયા બાદ પણ આરોપીએ લોકો સાથે માથાકૂટ કરી છે. મીડિયા કર્મીઓ સાથે પણ આરોપી મંગાએ બબાલ કરી છે. અત્રે જણાવીએ કે, પોલીસ સ્ટેશનમાં જ મંગા નામના આરોપીએ મીડિયા કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. મીડિયા સમક્ષ આરોપી મંગાએ પોલીસકર્મીઓને પોતાના ભાઈ કહ્યા હતાઆરોપી મંગોએ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, ભાઈ હોવાના કારણે તમને જવા દઉં છુ. પરંતુ આ તમામ બાબત પોલીસકર્મીઓ સામે બોલ્યો હતો અને પોલીસ કર્મચારીઓ આરોપી મંગાને માત્ર જોતા જ રહ્યા હતાં. જેને લઈ ચર્ચા જાગી છે ગીતા મંદિર વિસ્તારમાં આરોપીઓ પર પોલીસની રહેમ નજર છે. વર્તમાનમાં ગીતા મંદિર વિસ્તારમાં ક્રાઈમની ઘટના વધી રહી છે જેને લઈ જણાઈ રહ્યું છે કે, પોલીસની ક્યાંકને ક્યાંક રહેમ નજર છે.  અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ પોલીસ ચોકીના દરવાજો તોડી નાખ્યો. જોકે આ હુમલા પાછળનું કારણ પોલીસ તેના ઘરની તપાસ કરતી અને મંગાની શોધખોળ કરતી હોવાનું સામે આવ્યું હતુ. તોડફોડ ના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેરમાં વેપારીઓ કે લોકો તો ઠીક પોલીસ ચોકી પણ સુરક્ષિત નથી. આ કહેવું એટલા માટે ખોટું નથી.  કેમ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગાનો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપીએ દૂર લઈ ગઈ, જોકે થોડા સમય બાદ ફરીથી માંગો અને તેના સાગરીતે પોલીસ ચોકી પર આવી પોલીસ ચોકીના દરવાજાના કાચ તોડી નાખ્યા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આરોપી મંગો પોતાના માથા વડે પોલીસ ચોકીને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તે પહેલા બસ સ્ટેન્ડમાં આવી તેને પાર્કિંગ કરેલ વાહનોને લાકડી વડે નુકસાન પણ પહોંચાડ્યું એ પછી બુકિંગ કાઉન્ટર તરફ જઈને પ્રવાસીઓ સાથે ઝપાઝપી  પણ કરી જેથી આક્રોશ ભરાયેલ ટોળાએ તેને મેથીપાક પણ ચખાડ્યો. એસટી બસ સ્ટેન્ડ પર અગાઉ બે મહિના પહેલા પણ મંગાએ અને તેના સાગરીતો એ આતંક મચાવી ખંડણી ઉઘરાવી હતી. જેને લઈને તેની પર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી. અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે વાત આજે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. એટલે કે અત્યાર સુધી મંગા સામે કુલ 11 જેટલી પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. એસટી બસ સ્ટેન્ડ પર વેપાર કરતા લોકોમાં પણ મંગાના આતંકના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે અનેકવાર પોલીસને ફરિયાદ કરી ચૂક્યા છે, જોકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચાર્જમાં હોવાથી પાસાની કાર્યવાહી બંધ છે.. અને માટે જ મંગા જેવા આરોપીઓને છૂટો દોર મળી જાય છે. જોકે આવા આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાય તે જરૂરી છે. 

Download Our B K News Today App



Related News