હંગામી કર્મચારીના પગારની રકમ પ્રમુખ પાસે વસૂલવાની માંગ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 12:02:45
  • Views : 729
  • Modified Date : 2020-04-22 12:02:45

પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા શાખામાં હંગામી કર્મચારી તરીકે દર્શાવીને પ્રમુખના ઘરકામ માટે રાખી અને પાલિકાના ખાતામાંથી છેલ્લાં પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે પગાર ચૂકવવામાં આવતો હોય અને તે કર્મચારી પાલિકા પ્રમુખને ત્યાં કામ કરતો હોય તેના પગારની રકમ પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર
પાસેથી વસુલાત કરવા
પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસના મેન્ટેન પર ચૂંટાયેલા અમૃત જોશીએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે. પાલનપુર નગરપાલિકા હંમેશા કોઈને કોઈ વિવાદમાં ચર્ચાસ્પદ રહે છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સામે હાલના વોર્ડ નંબર આઠના સભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃત જોશી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે પાલિકામાં પાણી
પુરવઠા શાખામાં નોકરી બતાવીને કર્મચારીને તેમના ઘરની કામગીરી કરાવે છે અને છેલ્લાં પાંચ વર્ષથી તેને નગરપાલિકા દ્વારા પગાર પણ ચૂકવવામાં આવે છે.


Download Our B K News Today App



Related News