ચોમાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાંધીનગર તાલુકાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 11:26:29
  • Views : 390
  • Modified Date : 2020-05-30 11:26:29

ગાંધીનગર તાલુકામાં ચોમાસુ- ૨૦૨૦ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાંત અધિકારી  જે.એમ. ભોરણિયાના  અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં ગાંધીનગર તાલુકા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ બેઠકના આરંભે પ્રાંત અધિકારી જે.એમ.ભોરણિયાએ ગાંધીનગર તાલુકામાં અતિભારે વરસાદ કે પૂરીની પરિસ્થિતિનું નિર્માણ થાય તે સમય દરમ્યાન પણ કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇનનું સુચારું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે મોટા ભાગના ગામોમાં અતિભારે વરસાદ અને પૂર દરમ્યાન આશ્રયસ્થાન તરીકે ગામની શાળાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી શાળા સુધી જવાના તમામ માર્ગ સુવ્યસ્થતિ કરવા તેમજ રસ્તા તુટેલો કે મોટા ખાડા હોય તો
પૂરી નાખવા માટેની પણ સૂચના સંબંધિત અધિકારીઓને આપી હતી. તેમજ શાળાનું શૌચાલય, પીવાની પાણીની સુવિધા, વીજળી જેવી પ્રાથમિક બાબતોની પણ ખાસ ચકાસણી કરી લેવા જણાવ્યું હતું.
પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ ગામમાં આવતા કે મુખ્ય માર્ગ
પર પડી જાય તેવા ઝાડ હટાવવાની કામગીરી કરવી, તેમજ નમી પડેલા વૃક્ષોની ડાળીઓને કાપી સરખી કરવા
પણ સૂચના આપી હતી. બચાવ અને રાહતની કામગીરી દરમ્યાનની કામગીરી માટે ફાયર બિગ્રેડની ટીમ પાસે રહેલી બચાવ કામગીરીના વાહનો, સાધનો અને લાઇફ બોટનું ટેસ્ટીંગ કરી લેવા પણ ખાસ જણાવ્યું હતું. તેમજ જે.સી.બી. જરૂર પડે કે તુરંત મળી શકે તેવી વ્યવસ્થા કરવી. તેમજ કોઇપણ કારણોસર જે.સી.બી. ઘટનાસ્થળે ન પહોંચી શકે તેવું હોય ત્યારે તેની વૈકિલ્પક વ્યવસ્થા પણ ખાસ ગોઠવવા. તેમજ કોઇપણ ગામની શાળાનો ઓરડો, ગામનું કોઇ મકાન કે ઇમારત જર્જરિત કે ભયજનક હોય તો તેનું અવલોકન કરી યોગ્ય વ્યવસ્થા હાથ ધરવા પણ સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. તેની સાથે અનાજના ગોડાઉનમાં રહેલું અનાજ
પાણીમાં પલડી ન જાય તેની ખાસ તકેદારી રાખવા પણ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. કુદરતી પાણીના વહેણ હોય તેને અવરોધક બને તેવી ચીજવસ્તુઓનો નિકાલ કરવો. તેમજ પાણીનો પ્રવાહ સરળતાથી જઇ શકે તે માટે ઝાડી-ઝાખરા દૂર કરવા પણ જણાવ્યું હતું. મોટા તળાવ, ડેમ અને કેનાલ સહિત જળાશયોની આગળ તેની ઉંડાઇ તથા આકસ્મિક સમય સંપર્ક નંબરો દર્શાવતા બોર્ડ મુકાવવા. ચોમાસા પહેલા જયાં ઇલેકટ્રીક વાયરો તુટી ગયા હોય, ઢીલા હોય કે ફોલ્ટ હોય તેને રીપેર કરવા તેમજ પડી જાય તેવા થાંભલા હોય તો તેને વ્યવસ્થિત કરવા માટે પણ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ચોમાસા દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં રાબેતા મુજબ બસ રૂટ ચાલુ રહે તે માટેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. કંટ્રોલ રૂમ પણ ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને ટ્રેનીંગ આપવા
 પર ભાર મુક્યો હતો. જેથી કયારે કોનો સંપર્ક કરવો તેની કાર્યવાહી ઝડપથી થઇ શકે. તેમજ તમામ ગામના સરપંચો, તલાટીઓ અને ગામના અગ્રણી નાગરિકોનો સંપર્ક નંબરની, તમામ સંબંધિત કચેરીના વડા તેમજ અન્ય કર્મચારીઓ અને અન્ય જરૂરી હોય તેવા ટેલિફોનિક નંબરની યાદી તૈયાર કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં સંબંધિત અધિકારી સાથે અન્ય જરૂરી બાબતો અંગે પણ ચર્ચા – વિર્મશ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મામલતદાર સુનિલભાઇ રાવલ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયા, તાલુકા શિક્ષણાધિકારી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News