બ્રહ્મસમાજનો કાર્યક્રમ છે, કહી લઇ ગયા બાદ મને ખેસ પહેરાવી દીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 11:59:16
  • Views : 238
  • Modified Date : 2021-04-09 11:59:16

મહાપાલિકામાંની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. એટલે સમાજના આગેવાનોને પકડીને કોંગ્રેસમાં રહેલા આગેવાનોને છેતરી ખેસ પહેરાવી રહી છે. કોંગ્રેસના વોર્ડ ૩ના પ્રમુખને ભાજપ સાથે સંકળાયેલા બ્રહ્મસમાજના આગેવાનો સમાજનો કાર્યક્રમ હોવાનું કહી લઇ ગયા હતા. બાદમાં ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. ભાજપના નેતાઓ મહાપાલિકાની ચૂંટણીમાં હાર ભારી ગયા હોવાથી છળકપટ કરી રહ્યા છે.
મહાપાલિકાની ચૂંટણીમાં તડજાેડની રાજનીતિ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સમાજના આગેવાનોને તેની સોપારી આપવામાં આવી હોય તેવો બનાવ ગાંધીનગરમાં બનવા પામ્યો છે. શહેરના વોર્ડ નંબર ૩ મા કોંગ્રેસ પ્રમુખ તરીકે બાલકૃષ્ણ જાેશી જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે શહેરના ઇન્ચાર્જ અમિત ઠાકર, ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટ, દિવ્ય ત્રિવેદીએ ભાજપમાં વ્હાલા થવા માટે સમાજના આગેવાનનો ખેલ પાડ્યો હતો.
વોર્ડ ૩ કોંગ્રેસ પ્રમુખ બાલકૃષ્ણ જાેશીને સમાજનો કાર્યક્રમ હોવાનુ જણાવી ખેલ
પાડ્યો હતો. પરંતુ થોડા જ સમયમાં આ ખેલ ઉંધો થઇ ગયો હતો. જાેશીએ આ બાબતે કહ્યું હતું કે, હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું, ૩૦ વર્ષથી પાર્ટી સાથે જાેડાયેલો છું. પરંતુ આજે મને બ્રહ્મ સમાજનો એક કાર્યક્રમ હોવાનુ જણાવી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં મહાનગર ચૂંટણી ઇન્ચાર્જ અમિત ઠાકર, ભાજપ મીડિયા ઇન્ચાર્જ ડાॅ. યજ્ઞેશ દવે, પ્રમુખ રુચિર ભટ્ટ, ઉમેદવાર સંજીવ મહેતા, સોનાલી પટેલ,
દિપીકા સોલંકી, ભરત ગોહિલની સાથે બ્રહ્મ અગ્રણી દિવ્ય ત્રિવેદી, શહેર ઉપપ્રમુખ ઉરેનભાઈ પટેલની હાજરીમાં મને બળજબરીથી ખેસ
પહેરાવી ફોટા પાડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપને વ્હાલા થવા નિકેળેલા શહેર પ્રમુખ સહિત બ્રહ્મ સમાજના આગેવાનોના આ બનાવ બાદ મોઢા પડી ગયા હતા. ભાજપ મહાપાલિકામાં બેકફૂટ ઉપર જાેવા મળી રહી છે. અને તેના કારણે કોંગ્રેસના વફાદાર સૈનિકોને તોડી રહી છે. પરંતુ કોંગ્રેસના વોર્ડ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપતા બ્રહ્મ સમાજના આગેવાનો કઇં પણ બોલવા લાયક રહ્યા ન હતા.

Download Our B K News Today App



Related News