કોરોના કાળમાં કળિયુગનો સાચો અવતાર દેખાયો શ્રાવણ માસમાં મંદિરો ખાલીખમ અને જુગારધામો ધમાધમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 11:03:42
  • Views : 396
  • Modified Date : 2020-08-08 11:03:42

પવિત્ર શ્રાવણ માસમાં આ વખતે કોરોનાના કાળના કારણે મંદિરો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ખરેખર તો દર વર્ષે હિન્દુઓના પવિત્ર એવા શ્રાવણ માસમાં ભક્તોમાં ભગવાન ભોળાનાથની પૂજાની વિશેષ તૈયારીઓ સાથે ઉત્સાહ જોવા મળતો હોય છે.
પરંતુ આ વખતે કંઈક નજારો અલગ જ છે. શિવાલયો ખાલીખમ અને જુગારધામો ધમાધમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગાંધીનગરમાં કોરોનાના કારણે મંદિરોના મેળાઓ રદ થયા છે તેમજ જે લોકોને ભક્તિ કરવી હોય તે લોકોને પૂજા કર્યા સિવાય મંદિરમાં દર્શન કરવાની પરવાનગી આપી હતી. ત્યારે કોરોના કાળમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળતા મંદિરો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જુગારધામો ધમાધમ ચાલી રહ્યા છે. જ્યારથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે ત્યારથી તમે રોજબરોજ અખબારોમાં જુગારીઓ
પકડાયાની માહિતી જોતા હશો જે એક નવી વાત રહી નથી. પરંતુ સંજોગો અનુસાર કળિયુગમાં એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યાં લોકોને જુગાર રમતા સોશિયલ ડિસ્ટન્સ નડતું નથી. જ્યારે બીજી બાજુ મંદિરોમાં દર્શન કરતી વખતે તેનો ભય સતાવે છે. જુગારીયાઓ એટલા બેફામ બન્યા છે કે હવે તો સારા પક્ષના કાર્યકર્તાઓ અને પોલીસ કર્મીઓની પણ આની અંદર સંડોવણી થતી જાય છે.
ઉલ્લેખનીય છે કે પોલીસની કામગીરી જુગારિયાઓને
પકડવાની છે પણ પરતુ ઉનાવા જુગારકાંડને જોતા પોલીસ જ જુગારીયાઓ – જુગારધામ ચલાવવા તરીકે બહાર ઉભરી આવી છે. ત્યારે રમશે કોણ ? અને પકડશે કોણ ? તેવા પ્રશ્નો
ઉપસ્થિત થયા છે. પ્રવિત્ર શ્રાવણ માસમાં આમ તો શિવાલયો શિવનાંદથી ગુંજી ઉઠતા હોય છે. ત્યારે હાલની કોરોનાની મહામારીમાં શિવાલયો સુમસામ બની ગયા છે અને જુગારીઓના અડ્ડા પર દારૂ જુગારની મહેફીલો જામતી જાય છે. વધુ સાવચેતીથી જુગાર રમવા વાળા જુગારીઓએ હવે ગુજરાત છોડીને બહારના રાજ્યોમાં પોતાના ડેરા નાખ્યા છે.

Download Our B K News Today App



Related News