ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ઃ ભક્તો વિના મંદિર બન્યા સુમસામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 11:23:42
  • Views : 253
  • Modified Date : 2021-04-14 11:23:42

ગુજરાતના  તમામ મંદિરો પણ ૧૩ એપ્રિલથી બંધ થયા છે, જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપના કરવામાં આવી હતી. સાથે સાથે ગબ્બર પર્વત પર આવેલા નવદૂર્ગા મંદિર ખાતે પણ ઝવેરા વિધી યોજાઈ હતી. પ્રથમ નોરતે મંદિર બંધ હોવા છતાં પણ દહેગામ પાસેના ભક્તો પોતાના ગામેથી ચાલતા અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા. જેમાં બીનાબેન અમીન અમેરીકાથી દર્શન કરવા આવ્યા હતા.
મંગળવારે અંબાજી મંદિર અને મંદિરની હવનશાળા સુમસામ જાેવા મળી હતી. ભક્તોથી ઉભરાતું મંદિર કોરોનાને પગલે સૂમસામ બન્યું હતું અને દર વર્ષે યોજાતી અખંડ ધુન પણ બંધ રાખવામાં આવી હતી. અંબાજી મંદિર ૨૦૨૦ના ચૈત્રી મહિનામાં પણ બંધ રાખવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News