પ્રાંતિજના નનાનપુર ગામે પ્રથમ ફોટો મંદિરની સ્થાપના કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:17:35
  • Views : 251
  • Modified Date : 2021-01-25 11:17:35

સાબરકાંઠામાં વસતા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના ગામે ગામ મંદિર બનાવવાના સંકલ્પ બાદ પ્રથમ ફોટો મંદિર પ્રાંતિજ તાલુકાના નનાનપુર ખાતે સ્થાપવામાં આવ્યું. નનાનપુર ખાતે વિજન ૨૦૩૦ અંતર્ગત પ્રથમ ફોટો મંદિરની સ્થાપના હર્ષોલ્લાસ સાથે ભવ્ય કાર્યક્રમ યોજી કરવામાં આવ્યું. આ ઉમિયા ફોટો મંદિર વિશ્વનું પ્રથમ નનાનપુર ગામના લોકો દ્વારા બનાવાયું છે. આજના ફોટો મંદિર સ્થાપનાના પ્રારંભે ગામમાં ઉમિયા માં ના ફોટા સાથે શોભાયાત્રા યોજી ગામની બહેનો જવારા સાથે ખુલ્લી જીપમાં ઉંઝાના તથા ગામના આગેવાનો દ્વારા શોભાયાત્રા સાથે ગામ ના ફોટો સ્થળે પૂજારીઓના મંત્રોચાર સાથે ઉમિયા ભક્તોની હાજરી માં ફોટો મંદિરની સ્થાપન કરવામાં આવી. આજના ફોટો મંદિર સ્થપના સમયે ઉંઝાથી
પધારેલ મણિભાઈ મમીની સાથે મંત્રી દિલીપભાઈ પટેલની સાથે પ્રવીણભાઈ પટેલની સાથે મહિલા આગેવાન અને મા દીકરી સંમેલનના પ્રણેતા ડો.જાગૃતિ બેન પટેલની સાથે મિતાબેન અમદાવાદ પ્રેમીલાબેન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અગ્રણી ઉર્વેશ ભાઈ પટેલની સાથે ગાયક સાગર પટેલની સાથે સાબરકાંઠા ઉમિયા ટીમના આગેવાન વડાલી સમાજના પ્રમુખ જ્યંતી ભાઈ
પટેલની સાથે રમેશ પટેલ અને પી.ડી.પટેલ અને અતુલ પટેલ વડાલીથી હાજર રહ્યા હતા. જ્યારે ફોટો મંદિર માટે સખત મહેનત અને પ્રયત્ન કરનાર કે.સી.પટેલ.સંજયભાઈ પટેલ સહિત પાટીદાર સંસ્થાઓના વડાઓ, ટ્રસ્ટીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News