કાંકરેજના ચેખલા ગામે મંદિરમાં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 11:37:23
  • Views : 415
  • Modified Date : 2019-10-21 11:37:23

બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે  કાંકરેજ તાલુકાના ચેખલા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી એક પછી એક ચોરીના બનાવો વધી રહ્યા છે. ચોરોને જાણે પોલીસને સહેજ પણ ડર ના હોય તે રીતે એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. અત્યાર સુધી ચોરો બધ મકાન અને મોટી ઓફિસને નિશાન બનાવી ચોરી કરતા હતા. પરંતુ હવે તો મંદિરની દાનપેટીને નિશાન બનાવી લાખોની ચોરી ચોરો કરી રહ્યા છે. ત્યારે  કાંકરેજ તાલુકાના ચેખલા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં પડેલી દાન
પેટીને ચોરોએ નિશાન બનાવી હતી. દાનપેટીમાં પડેલ એક લાખ ચાલીસ હજાર રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના મંદિરમાં લગાવેલ સી.સી.ટી.વી.માં કેદ થઇ હતી. જેમાં ચાર તસ્કરો મંદિરમાં આવી દાન પેટી ચોરી કરતા સી.સી.ટી.વી. ફુટેજમાં કેદ થયા હતા. શિહોરી પોલીસે મંદિરમાં થયેલી ચોરીની તપાસ સી.સી.ટી.વી. ફૂટેજના આધારે હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News