મંદી, બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:54:58
  • Views : 406
  • Modified Date : 2019-11-04 12:54:58

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વડપણ હેઠળ બેઠક યોજાઇ હતી જેમાં નક્કી કરાયુ કે, વિવિધ પ્રજાલક્ષી મુદ્દે વિરોધ પ્રદર્શન કરીને મોદી સરકારને ઘેરવામાં આવશે.તા.5થી તા.15મી નવેમ્બર સુધી તમામ રાજ્યોમાં તબક્કાવારમાં વિરોધ પ્રદર્શન,ધરણાં યોજવા આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં ય કોંગ્રેસે મંદી,બેરોજગારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા આયોજન ઘડયુ છે.ગુજરાત કોંગ્રેસ તા.11-12 નવેમ્બર અને તા.15મી નવેમ્બરે ધરણાં-દેખાવો કરવા નક્કી કર્યુ છે.હાલમાં આિર્થક મંદીને કારણે વેપારીઓથી માંડીને આમ જનતા મુશ્કેલીમાં મુકાઇ છે. ખેડૂતો ય આિર્થક રીતે બેહાલ બન્યાં છે. મોંઘવારીને લીધે સામાન્ય વર્ગની દયનીય પરિસિૃથતી સર્જાઇ છે.બેરોજગારીની દશા એટલી હદે પહોંચી છેકે, લાખો કરોડો લોકો રોજીરોજગાર વિનાના થયાં છે. વધુને વધુ બેંકોના ગોટાળા બહાર આવી રહ્યાં છે. અનેકવિધ પ્રશ્નોને કારણે લોકોની હાલાકી વધી છે. આ સંજોગોમાં કોંગ્રેસે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવા નક્કી કર્યુ છે. દિલ્હીમાં સોનિયા ગાંધીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ બોલાવાયાં હતાં. જેમાં ગુજરાતમાં ય કેન્દ્ર-રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દાઓ ઉઠાવીને વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયુ હતું.સૂત્રોના મતે, તા.6ઠ્ઠી નવેમ્બરે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. સાતવ પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે અને વિરોધ પ્રદર્શન-ધરણાં માટેના કાર્યક્રમને આખરી ઓપ આપશે. અત્યારે પ્રાથમિક તબક્કામાં એવુ આયોજન કરાયુ છેકે, તા.11-12મીએ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરાશે જયારે તા.15મીએ રાજ્યમાં કોઇ એક શહેરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન અને રેલી યોજવા આયોજન કરવામાં આવનાર છે.હજુ આખાય કાર્યક્રમને આખરી ઓપ અપાયો નથી. પેટાચૂંટણીના પ્રદર્શન બાદ ગુજરાત કોંગ્રેસ ફુલફોર્મમાં છે. આ ઉપરાંત નવુ પ્રદેશ માળખુ રચાવવાનુ છે એટલે કાર્યકરોમાં જોશ અને ઉત્સાહનો માહોલ છે.

Download Our B K News Today App



Related News