મેંદીનો કલર ડાર્ક આવે તે માટે શું કરવું?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 15:37:34
  • Views : 2059
  • Modified Date : 2020-01-01 15:37:34

  મેંદીનો કલર ડાર્ક આવે તે માટે શું કરવું?પ્રશ્ન ઃ નમસ્તે, મારી ઉંમર ૨૪ વર્ષ છે. આગામી પંદર દિવસ પછી મારાં લગ્ન છે. મારી સમસ્યા એ છે કે મારે કોઇ દિવસ મેંદીનો રંગ ડાર્ક નથી આવતો. મને નાનપણથી મેંદી મૂકવાનો ખૂબ જ શોખ રહ્યો છે પણ કદી ડાર્ક કલર નથી આવ્યો. અને આ કારણે મને ખૂબ જ ચિંતા થાય છે. લગ્નમાં જો લાઇટ કલર આવે તો કેટલું ખરાબ લાગે? ડાર્ક કલર હોય તો ડિઝાઇન પણ દેખાય, પણ લાઇટ કલર હોય તો હાથ કાળા લાગવા માંડે છે. મેંદી મૂકી હોય તેવી ખબર જ નથી પડતી. માટે કલર થોડો ડાર્ક આવે તે માટેનો કોઇ ઉપાય જણાવશો.જવાબ ઃ હવે તો કેમિકલયુક્ત મેંદીનો વપરાશ થતો હોવાને કારણે મેંદીનો કલર લગ્નમાં તો ડાર્ક જ આવતો હોય છે, કેમ કે મોટેભાગે બ્રાઇડલ મેંદી માટે દરેક જગ્યાએ કેમિકલયુક્ત જ વપરાય છે. આ સિવાય પણ જો કોઇ ઘરેલુ ઉપાય અજમાવવા માગતા હોવ તો તમે મેંદી લગાવતાં પહેલાં આખા હાથમાં નીલગીરીનું તેલ અને વિક્સ મિક્સ કરીને લગાવી લો. ત્યારબાદ મેંદી લગાવો. મેંદી કાઢો ત્યારે લોઢીમાં પાંચથી છ લવિંગ નાખીને હાથ શેકો, આમ કરવાથી કલર સારો ચડશે. ઘણાં લોકો મેંદી કાઢે એટલે ચૂનો પણ લગાવતાં હોય છે, પણ ચૂનાના કારણે હાથ વધુ પડતાં ડ્રાય થઇ જતાં હોય છે તેથી ઘણાં લોકોને તે નથી ફાવતો. ચૂનો લગાવવો હોય તો થોડા સમય સુધી ડ્રાયનેસ સહન કરી લો, પછી કોઇ સારું ક્રીમ લગાવી લેવું જેથી આ ડ્રાયનેસ જતી રહે.પ્રશ્ન ઃ નમસ્તે, મારાં લગ્નને હવે એક મહિનાની જ વાર છે, મારા નખ ખુબ જ નાના છે, મારે નખ લાંબા કરવા માટે શું કરવું? મને કોઇ ઉપાય જણાવશોજવાબ ઃ નખ લાંબા કરવા માટે રોજ રાત્રે સૂતા પહેલાં નખ ઉપર લસણ ઘસવાનું રાખો. લસણ ઘસવાથી નખ અવશ્ય લાંબા થશે. તે સિવાય હવે એક્રેલિક નેઇલ પણ બજારમાં મળે છે. જો તમારા નખ ન વધે તો તમે આર્ટિફિશિયલ નખ પણ લગાવી શકો છો. પાર્લરમાં પણ એક્રેલિક નેઇલ આર્ટ કરાવડાવી શકો છો. આ નેઇલ આર્ટ કાયમી પણ થાય છે. જે પાંચથી છ મહિના સુધી રહે છે. થોડાથોડા સમયે તેને રિફીલ કરાવડાવો તો તે પાંચ મહિનાથી પણ લાંબા સમય સુધી ટકી શકે છે.પ્રશ્ન ઃ મારી ઉંમર ૨૮ વર્ષ છે. મને ડાર્ક સર્કલ ખૂબ થઇ ગયા છે. આ ડાર્ક સર્કલને ઠીક કરવાનો કોઇ ઉપાય જણાવશો, કેમ કે ડાર્ક સર્કલ સારા નથી લાગતાં, મેકઅપ કરું તો પણ તે દેખાય જ છે.જવાબ ઃ ડાર્ક સર્કલ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય પૂરતી ઊંઘ લેવાનું રાખો. સૂતાં પહેલાં રોજ રાત્રે કોટનમાં ગુલાબજળ નાખીને દસ મિનિટ સુધી તે કોટન આંખ ઉપર રાખો. ત્યારબાદ ડાર્ક સર્કલ ઉપર વિટામિન ઇ લગાવીને સૂઈ જાવ. ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવાનું રખો. 



Download Our B K News Today App



Related News