ડીસામાં ઠંડીના પ્રકોપથી માંદગીનું પ્રમાણ વધ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-21 11:46:06
  • Views : 472
  • Modified Date : 2020-11-21 11:46:06

બનાસકાંઠામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે. તંદુરસ્તી માટે શિયાળો સારો પરંતુ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો હોવાથી ડીસા સિવિલમાં સારવાર માટે દર્દીઓની સંખ્યા વધી રહી છે.
દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ પોતાનું જોર
પકડ્યું છે. જેના કારણે જાહેર માર્ગો પર લોકોની સવાર અને સાંજ ખૂબ જ ઓછી અવરજવર દેખાઈ રહી છે. આમ તો શરીર માટે ઠંડી ખૂબ જ ફાયદાકારક હોય છે. લોકો પોતાના શરીર તંદુરસ્ત રાખવા માટે સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે. પરંતુ ક્યારેક વધારે ઠંડી વધુ
પડવાના કારણે બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે હાલમાં જિલ્લામાં શરૂવાતથી જ ઠંડીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં ઠંડીએ જિલ્લાને ઠંડોગાર બનાવી દીધો છે. શિયાળામાં ખાસ કરીને લોકોમાં શ્વાસની બીમારી ખૂબ જ વધારે જોવા મળે છે. તે ઉપરાંત તાવ, શરદી,ખાંસી જે બીમારીઓ પણ જોવા મળે છે. ત્યારે ડીસા સરકારી હોસ્પિટલમાં જનરલ બીમારીઓના રોજના ૩૦૦થી
પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. જેમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓથી દવાખાના ઉભરાઇ રહ્યા છે. ઠંડીની સૌથી વધુ અસર નાના બાળકો અને ૫૦ વર્ષથી ઉપરના લોકો પર વધુ થાય છે હાલમાં પ્રથમ તબક્કાની ઠંડીના કારણે સૌથી વધુ બીમાર નાના બાળકો થાય છે ત્યારે આવા સમયે નાના બાળકોને ઠંડી સામે રક્ષણ મળી શકે તે માટે ગરમ
કપડાં પહેરાવીને રાખવા જોઈએ. તે ઉપરાંત ૫૦ વર્ષથી ઉપરના લોકોએ ઘરની બહાર નીકળી આયુર્વેદિક વસ્તુનો વધુમાં વધુ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે ઠંડી સામે રક્ષણ મેળવી શકાય બીજી તરફ જે લોકો તંદુરસ્ત રહેવા માંગે છે તે લોકો સવારે ફરજિયાત મોર્નિંગ વોક કરવું જોઈએ. અને કસરત સૌથી વધુ ઠંડી સામે રક્ષણ આપે છે. ત્યારે હાલમાં પડી રહેલી ઠંડી સામે રક્ષણ મેળવવા તમામ લોકોએ
પોતાની કાળજી રાખવી જેનાથી આવનારા સમયે બીમારીઓથી બચી શકાય તેમ છે.

Download Our B K News Today App



Related News