રાજ્યમાં મતદાન મથક પર કોરોના ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મોટો પડકાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 11:47:04
  • Views : 251
  • Modified Date : 2021-01-24 11:47:04

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની શનિવારે વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓના કુલ 144 વોર્ડની 576 બેઠકો માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 5,766 બેઠકો પર 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. કોરોનાને કારણે આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં બદલાવ થશે જેના કારણે ચૂંટણી ખર્ચ પણ વધારે થશે એવો અંદાજ છે. ગત ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 8થી સાંજે પાંચનો હતો તેને સ્થાને આ વખતે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઇ શકશે.

    ગઇ વખતની ચૂંટણી કરતાં આ વખતે કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું અને હાઇજીનનું પાલન થશે. લાંબી કતારો લાગે ત્યારે લોકો વચ્ચે અંતર રાખવું પડશે.પાટીદાર, ઠાકોર સહિતના અલગ-અલગ જ્ઞાતિના આંદોલનોની પૃષ્ઠભૂમિમાં 2015ની ચૂંટણીઓ યોજાઇ હતી અને તેનું ખૂબ મોટું નુક્સાન ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં થયું. ગત ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કેટલેક ઠેકાણે ચૂંટણી જંગમાં ઉતરી હતી. આ વખતે આપની સાથે અસદુદ્દીન ઓવેસીની એઆઇએમઆઈએમ પણ આવી છે.ગત ચૂંટણીમાં ચૂંટણી પંચે મહાનગર પાલિકાઓમાં ઇ-વોટિંગ કે ઓનલાઇન વોટિંગ કરવાનું નક્કી કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં ઓનલાઇન વોટિંગ નહીં થાયકોરોનાને કારણે ચૂંટણી ખર્ચ પ્રતિ મતદાન મથકે રૂપિયા 25,000નો થશે જે ગઇ વખતે 20,000 રૂપિયાનો હતો. આ વખતે કોરોનાને કારણે ચૂંટણી ખર્ચમાં 25 % વધુ થશે.

    2015ના રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકની મત ગણતરી થઇ હતી. મતગણતરીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એક બીજાની સમાંતર ચાલી રહ્યા હતા. છેલ્લે વોર્ડ નં.6ની ગણતરી ચાલુ હતી તેમાં ચારેય બેઠક ભાજપને મળતા ભાજપને 38 બેઠક અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. જેના પગલે ભાજપ માંડ માંડ પોતાનું શાસન બનાવી શક્યું હતું. કોંગ્રેસને 2000ના વર્ષ બાદ પ્રથમ વખત 34 બેઠક મળી હતી.ચૂંટણની જાહેરાત થઈ એ પહેલા જ ભાજપ અને કોંગ્રેસના રાજકીય કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ધરાર ભંગ થતો જોવા મળ્યો હતો. ખાસ કરીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે નેતાઓ પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું વહીવટી તંત્ર સમક્ષનો સૌથી મોટો પડકાર બની ગયો છે.



Download Our B K News Today App



Related News