કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની સભામાં મંડપ તૂટતા દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 05:47:03
  • Views : 483
  • Modified Date : 2019-04-12 05:47:03

દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ગતરોજ ઠાકોર સેનાની જાહેર સભામાં અલ્પેશ ઠાકોરના સંબોધન સમય
એકા-એક મંડપ તૂટતા અફડા- તફડી મચી જવા પામી હતી પરંતુ કોઈ જાન હાની ન થતા હાંશકારો અનુભવ્યો હતો.જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનું ઓપનિંગ હોવાથી ગત દિવસે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરની હાજરી જોવા મળી આવી હતી. અલ્પેશ ઠાકોરના સંબોધન કરતાં એકાએક મંડપ તૂટી ગયો હતો. જો કે લોકોની હાજરીમાં મંડપ તૂટતા થોડાં સમય સુધી અફડા-તફડી મચી ગઇ હતી. પરંતુ લોકોએ મંડપની પાઈપો પકડી લેતા મંડપ નીચે પડતા અટકી ગયો હતો. જોકે એકાએક મંડપ તૂટતા કોઈ જાનહાની ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.



Download Our B K News Today App



Related News