પાટણમાં તિજોરીના વેપારીએ માનવતાના દર્શન કરાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 12:11:24
  • Views : 519
  • Modified Date : 2020-10-15 12:11:24

પાટણમાં તિજોરીના વ્યવસાય સાથે સંકળાયેલ
વેપારીએ માનવતાના દર્શન કરાવ્યા હતા. જરૂરિયાતમંદ વૃદ્ધાને નાણાંની જરૂર હોવાથી પોતાની જૂની તિજોરી વેપારીને વહેંચી દીધી. પરંતુ જે તિજોરી વૃદ્ધા માટે લોખંડના ભંગાર સમાન હતી તે જ તિજોરીમાંથી વેપારીને સોના ચાંદીના દાગીના અને કિંમતી દસ્તાવેજો મળી આવ્યા હતા. વેપારીએ માનવતા દાખવીને વૃદ્ધાને તીજોરીમાંથી મળી આવેલા દાગીના અને દસ્તાવેજો પરત કરવા પણ જાણ કરી છે. તેટલું જ નહિ તિજોરીની લે વેચનો વેપાર કરનાર વેપારીએ ૨૦૦ તોલાથી વધુ સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ
પણ તિજોરીના માલિકોને પરત કરી કપરાકાળમાં માનવતાના દર્શન કરાવી રહ્યો છે. આ
વેપારી પાટણમાં જૂની તિજોરી લે વેચના વ્યવસાય સાથે નરસિંહભાઇ પટેલ સંકળાયેલા છે. નરસિંહભાઇ પટેલે હાલમાં જ એક જરૂરિયાતમંદ વૃદ્ધા
પાસેથી જૂની તિજોરી રૂપિયા
૫ હજારમાં ખરીદી હતી. વૃદ્ધાને નાંણાની જરૂર ઉભી થતાં પોતાની જૂની તિજોરી વહેંચીને વૃદ્ધાએ નાંણાની ભીડ દૂર કરી. ત્યારે વેપારી નરસિંહભાઇ તિજોરી પોતાના કારખાના પર લઇ ગયા. જ્યા તિજોરીને તોડતા પહેલા તિજોરીમાં રહેલ તમામ જગ્યાઓ તપાસ કરતા સોના-ચાંદીના દાગીના સહિત જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા. વૃદ્ધાની જૂની તિજોરીમાંથી
વેપારીને દાગીના સહિત વર્ષો પહેલા બેંકમાં મુકેલી હજારોની એફડીના દસ્તાવેજો પણ મળી આવ્યા. જે દાગીના અને દસ્તાવેજો મળી આવતા વેપારી નરસિંહભાઇ પટેલે વૃદ્ધાનો સંપર્ક કર્યો અને તિજોરીમાંથી મળી આવેલ દાગીના તેમજ દસ્તાવેજો પરત સોંપવા વૃદ્ધાને જાણ કરી. તેમની મહાનતા એ છે કે નરસિંહભાઇ છેલ્લા ૨૦ વર્ષમાં તેમને ખરીદેલી જૂની તિજોરીઓમાંથી મળી આવેલ ૨૦૦ તોલાથી વધુ સોનાના દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પણ તિજોરીના માલિકોને પરત સોંપી માનવતાના દર્શન કરાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News