પાલનપુરમાં મંગલમ સી.ટી.સ્કેન અને એમ.આર.આઈ. સેન્ટરે માનવતા નેવે મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 11:43:58
  • Views : 1038
  • Modified Date : 2019-10-03 11:43:58

પાલનપુરમાં આવેલ શ્રી મંગલમ સી.ટી.સ્કેન અને એમ.આર.આઈ. સેન્ટરમાં
બુધવારે એક ગંભીર અવસ્થાના દર્દીને તેના સ્નેહીજનોએ એમ.આર.આઈ. કરાવવા માટે લાવેલ. દર્દી  ગંભીર તેમજ બેભાન અવસ્થામાં હતું. જેના કારણે દર્દીના સ્નેહીઓ દ્વારા શ્રી મંગલમના સ્ટાફ આગળ અનેકવાર વિનંતી કરવામાં આવી કે મહેરબાની કરી એમ.આર.આઈ. ઝડપી કરી આપો, દર્દીની હાલત ખુબજ ગંભીર છે. પરંતુ શ્રી મંગલમના સ્ટાફની માનવતા જાણે મરી પરવારી હોય તેમ કોઈજ પ્રકારની વાત ના સાંભળેલ અને દર્દી પ્રત્યે કોઈજ પ્રકારની માનવતાની લાગણી ના દાખવેલ. તેમજ જાણે પોતે જ બોસ બની બેઠાં હોય તેવું વર્તન દાખવેલ. છેવટે દર્દીના સ્નેહીજનો દ્વારા દર્દીને બીજી જગ્યાએ લઈ ગયેલ. જો કોઈ સુવિધા માણસની ગંભીર પરિસ્થિતિમાં કામ ના લાગે તો તે શું કામની. લોકોમાં મંગલમ પ્રત્યે આક્રોશની લાગણી જોવા મળેલ અને લોકમાંગ ઉઠવા
પામી કે સરકાર દ્વારા આવા બોસ બની બેઠેલા વ્યક્તિઓ સામે તાબડતોબ યોગ્ય પગલાં લેવા જોઈએ.

Download Our B K News Today App



Related News