કાંકરેજના થરાના વેપારીની માનવતા મહેંકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:25:07
  • Views : 453
  • Modified Date : 2019-10-18 11:25:07

કાંકરેજના થરાના વેપારી અને થરા નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન ઠક્કરના પતિ કિરીટલાલ ઠક્કર તેમની પેઢીના મહેતા સાથે અનોખો સબંધ નિભાવી માનવતા મહેંકાવી છે. પોતાની પેઢીમાં નોકરી કરતા ઠાકોર કાંતિજી શંકરજી જેઓ ફતેપુરા ગામના વતની હતા અને તેમના પુત્ર સમાન માનતા હતા.
થોડા દિવસ પહેલાં આ
કાંતિજીને બાઈક પરથી પડી જતાં અમદાવાદની  
હોસ્પિટલમાં સારવાર કરાવી લગભગ ૭ લાખ જેટલો ખર્ચ
પોતાના મહેતા માટે કરેલ.
પરંતુ કમનસીબે તારીખ
૧૬-૧૦-૧૯ ના રોજ
કાંતિજીનું દુઃખદ અવસાન થયેલ.
કિરીટભાઈ અને એમનો પરિવાર સતત સારવાર માટે ખડેપગે રહી
પોતાના મહેતાને બચાવવાં ખુબ પ્રયત્નો કર્યા હતા અને
પોતાના કુટુંબના સભ્યથી પણ વધુ દરકાર કરેલ.
મહેતાનું  અવસાન થતા વેપારીનું આખું કુટુંબ પડી ભાગ્યું હતું અને સ્વર્ગસ્થની તમામ અંતિમવિધિમાં પોતે  કુટુંબના વડીલની જેમ ફરજ અદા કરી હતી અને હજુ પણ કાંતિજીના પરિવારને કોઈ પણ મદદ માટે પોતાની તૈયારી બતાવી છે. આજના સ્વાર્થી યુગમાં આવા સબંધો જૂજ જોવા મળે છે. આ પ્રેરણાદાયી પ્રસંગ જોઈને ગામલોકોની આંખોમાં અશ્રુઓની ધારા વહી હતી. ફતેપુરા ગામના અગ્રણી દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે કિરીટભાઈ ઠક્કરે  પોતે એક નોકર પ્રત્યે કૌટુંબિક જેવો સબંધ નિભાવી  ઉત્તમ ઉદાહરણ પૂરૂ
પાડ્‌યું  છે. અમે સમગ્ર ગામલોકો આ વેપારીની મહાનતાને નમન કરી એમનો આભાર માનીએ એટલો ઓછો છે.


Download Our B K News Today App



Related News