ભ્રષ્ટ્રાચારી યુગમાં માનવતા ખોરંભે ચડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:04:35
  • Views : 546
  • Modified Date : 2019-08-04 11:04:35


    - કોઈ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ મેળવવા  દુરૂપયોગ કરવો તેને ભ્રષ્ટ્રાચાર કહેવાય. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય પહેલાં કે પછી લાયકાત વગર આપી તેના બદલામાં મેળવેલ ભેટ કે પૈસાને લાંચ કહેવાય છે.
- ભારત દેશમાં સરકારી અધિકારીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર પ્રવર્તે છે. ટ્રાન્સપરન્સી. ઓર્ગ. ના ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિતામાં ભારતનો ક્રમાંક ૮૧ મો આવે છે. સાથે સાથે  ભારત દેશ સહિત રશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને આફિકાના દેશોનો પણ ભ્રષ્ટ દેશોમાં સમાવેશ થાય છે.
ભારતમાં ભ્રષ્ટ્રાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઈ હતી. અંગ્રેજાની કલકત્તાની કોઠીમાં તેના મુળ નંખાયા તેવું કહેવાય છે. ભ્રષ્ટ્રાચારના અનેક કારણો પૈકીનું એક કારણ છે શિક્ષણનો અને માહિતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિત્તગાર નથી હોતી, જેથી ભ્રષ્ટ્રાચારીઓ માનવતા નેવે મૂકી પ્રજાને લૂંટે છે.
- ભારતની એકવીસ દિવસની રાજકીય યાત્રાએ આવેલ રશિયાના વડાપ્રધાન ખુશ્વેવે પાલમ.
જેઓએ હવાઈ મથકે ઉચ્ચારેલા આ વેણ આજે પણ છાતીમાં તીરની જેમ ખૂંચી રહ્યા છે. ખુશ્વેવે પાલમે જતા જતા જણાવેલ કે હું અહી આવ્યો ત્યારે હું ઈશ્વરમાં નહોતો માનતો. પણ ખરેખર આ એકવીસ દિવસ ભારતમાં ફર્યો અને જે કંઈ પણ જાયું સાંભળ્યું તેના પરથી મારી નાÂસ્તકતા દૂર થઈ ગઈ અને દુનિયામાં ઈશ્વર છે એવું માનવા માંડ્યો છું.
- ભગવાનના ભરોસે આ દેશ જીવી રહ્યો છે, તે એક ચમત્કાર સિવાય બીજું કાંઈ હોઈ શકે જે નહિ. ચાળીસ-પંચાસ વર્ષ પહેલાં ભયંકર કટાક્ષ કરી ગયેલા એ રાજ પુરૂષો તો આજે આ ધરતી પર નથી પરંતુ આપણે તો હજી પણ ભ્રષ્ટ્રાચારીઓ, દાણચોરો, કાળાબજારિયાઓ, સંગ્રહખોરો, શોષણખોરો અને અત્યાચારીઓને હાથે વીંખાઈ-પીંખાઈ જ રહ્યા છીએ ને મને પાકી ખાતરી છે કે ભ્રષ્ટ્રાચાર તમામ  કરતૂતો અને બુરાઈઓની જડ છે. ભ્રષ્ટ્રાચારના દાનવને ખત્મ કર્યા વિના કોઈપણ વિકાસ યોજના પાર પડી શકે નહિ અને કોઈપણ પ્રશ્નનો અસરકારક ઉકેલ લાવી શકાય નહિ.
જયાં સુધી દિલ્હીના માથા પરનું આ કલંક કાયમ છે ત્યાં સુધી ભ્રષ્ટ્રાચારનો આ રાક્ષસ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો છે. વિકાસના સુફળ તો એ હજમ કરશે પણ છેવટે જતાં આઝાદી, લોકશાહી, ક્રાંત્તિના લાભ અને જેને માટે આપણે ઝઝુમ્યા હતા, તે જીવન મૂલ્યો એ બધુ એના ઉદરમાં સમાઈ જશે.
લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણની આ ચેત્તવણી ભારતમાં ભ્રષ્ટ્રાચાર શિષ્ટાચાર બની ગયો છે. એક પણ કેન્દ્ર તો એવું બતાવો કે જેમાં ભ્રષ્ટ્રાચાર ન હોય...
કેવળ રાજકારણમાં જ નહિ પરંતુ શિક્ષણમાં, પરીક્ષામાં, વેપારમાં, વ્યવહારમાં અને મનુષ્યોના વર્તનમાં પણ ભ્રષ્ટ્રાચાર રૂપી દાનવ ફેલાયો છે છતાં પણ હું કે તમે કદી એમ કહેવાની હિંમત નથી દાખવી શકતા કે “ન જાઈએ ભ્રષ્ટ્રાચાર” હું એક એક ભ્રષ્ટ્રાચારની માયાજાળ ચીરીને જ જંપીશ, કે હું એમને ઉઘાડા પાડીને છેડેચોક એમની આબરૂનો ધજાગરો બાંધીશ... ના આપણો અવાજ દબાઈ ગયો છે. આપણે બધુ સહન કરવા ટેવાઈ ગયા છીએ.
આપણે આપણા સ્વાર્થ ખાતર પટાવાળાને લાંચ આપતા કે કારકુનને ચા-પાણીના પૈસા આપતા જરાય પણ અચકાતા નથી. બસના કંડકટરની દાદાગીરી આપણને કોઠે પડી ગઈ છે અને વેપારીઓ દ્વારા ઉઘાડે ચોક આચરાતો ભ્રષ્ટ્રાચાર આપણે સહ્‌ન કરી લઈએ છીએ.
ગજબ છે આપણી નસીબ પરની શ્રધ્ધા અને ધન્ય છે આપણી સહ્‌નશÂક્તને....
જેમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે એવા સત્તાલોભી મહાનુભાવોએ ચૂંટણીને નામે, સેવાને બહાને  અને સત્તાના જારે ભ્રષ્ટ્રાચારરૂપી  અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટ્રાચાર સરકારની આંખમાં ધૂળ નાંખીને થઈ રહ્યો છે કે સરકારની “રહેમનજર” હેઠળ ખેલાઈ રહ્યો છે એ તો કોઈ પૂછો...
આપણા ભારત દેશમાં ભ્રષ્ટ્રાચાર એટલી હદે વધી જવા  પામ્યો છે કે કોઈની લાચારી કે મજબૂરીનો આ ભ્રષ્ટ્રાચારીઓને અહેસાસ પણ થતો નથી.
એક સમય એવો પણ જાવા મળ્યો હતો કે ગામડાનો માણસ, સરકારના ત્રીજા વર્ગના કર્મચારી ગણાતા તલાટી પાસે હાથ જાડીને ઊભો રહેતો. પછી તેની સામે નાની નોટ્‌સ ધરીને ફરી હાથ જાડતો અને પછી પોતાનું કામ થવાની રાહ જાતો, કેમ કે કાર્યાલયની દિવાલને અઢેલીને બેસી રહેતો અને રૂપિયાની નોટ્‌સ ધરી દીધી હતી એટલે તેનું કામ તો થવાનું જ હતું.... આવુ સમાજના દરેક વહીવટી ક્ષેત્રે જાવા મળતું, પણ હવે થોડું દ્રશ્ય
આભાર - નિહારીકા રવિયા  બદલાયું છે. ઘણાં નાણા સફેદમાંથી કાળા થયા પછી ભારતના નાગરિક સમાજામાં ભ્રષ્ટ્રાચારના વિરોધનો વંટોળ ફુંકાયો છે. હવે લોકોને એમ થવા લાગ્યું છે કે, બહુ થઈ ગયું. દરેક વ્યÂક્ત પોતાની રીતે ભ્રષ્ટ્રાચારના વિરોધમાં કંઈક ને કંઈક કરી રહી છે. ઘણાં એકઠાં થઈને સમસ્યા શેરીમાં લાવતા થયા છે, ઘણાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, કેટલાંકે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે, કેટલાંક પ્રસાર માધ્યમો પાસે દોડી જાય છે. વિરોધના વંટોળમાં કેટલાંક પ્રધાનોની પ્રતિષ્ઠા કલંકિત થઈ ગઈ છે, તો કેટલાંક મોટા ખેલાડીઓના કપાળે કરચલીઓ દેખાવા લાગી છે.
ત્યારે હિંદી કવિ દુષ્યંતકુમારની પંÂક્ત યાદ આવે છે કે...
હો ગઈ હૈ પીર પર્વત સી,
પિઘલની ચાહિએ.
ઈસ હિમાલય સે કોઈ,
ગંગા નીકલની ચાહિએ.
મેરે સીને મેં નહી તો,
તેરે સીને મેં સહી.
હો કહીં ભી આગ,
બસ જલની ચાહિએ.

Download Our B K News Today App



Related News