ડીસાના મુડેઠા ગામે ૭૫૮ વર્ષથી યોજાતી અશ્વ દોડમાં માનવ મહેરામણ ઊમટ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 11:12:00
  • Views : 750
  • Modified Date : 2019-11-01 11:12:00

ડીસા તાલુકાના મુડેઠા ગામે વર્ષોથી ચાલી આવતી
પરંપરાગત મુજબ અશ્વ અને ઊંટદોડની સ્પર્ધા ભાઈબીજના દિવસે યોજાઈ હતી. લાખણી તાલુકાના પેપળુ ગામે શ્રી નકળંગ ભગવાનના મંદિરે મોટો મેળો બેસતા વર્ષની રાત્રે ભરાય છે. ત્યાં આજુબાજુ ગામની જનતા વિશાળ સંખ્યામાં ઊમટી પડે છે. જયાં મુડેઠાના રાઠોડ
પરિવારના ભાઈઓ ધર્મની બહેન ચોથબાને ચુંદડી ઓઢાડવાની ૭૫૮ વર્ષોની
પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ભાઈબીજના દિવસે ૩૦૦ અશ્વો અને ૫૦ ઊંટ સવારો
સ્પર્ધામાં ભાગ લીધો હતો.
મુડેઠા ગામના રાઠોડ કુળના ભાઈઓ સવામણ લોખંડનું બક્તર પહેરીને તેમની ધર્મની બહેનને ચુંદડી ઓઢાડવાનો કોલ પુરો કરવા અશ્વો ઉપર સવાર થઈને બેસતાં વર્ષની રાત્રે પેપળુ મુકામે જાય છે. આની પાછળ એક લોકવાયકા વણાયેલી છે. જેમાં દંતકથા રૂપે આજથી ૭૫૮ વર્ષે પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના વિક્રમસિંહ ચૌહાણના રાજવી રજવાડા ઉપર દિલ્હીના બાદશાહ અલ્લાહઉદીન ખીલજીએ ઈ.સ.૧૩૦૦ ની સાલમાં  હુમલો કર્યો હતો. તેમના સાથીઓને કેસરિયા કરવાનો નિર્ણય લેતાં રાજવી વિક્રમસિંહ ચૌહાણની દિકરી નામે  ચોથબાને એક સાધુ નામે આચળનાથ સાથે કુંવરી ચોથબાને લઈને સલામત જગ્યાએ ગુજરાતમાં જવાનો  આદેશ કર્યો હતો. જ્યાં આ સાધુ મહાત્માએ ત્યાંથી કુંવરી ચોથબાને લઈને સલામત લાખણી તાલુકાના પેપળુ ગામે (હાલ શ્રી નકળંગ ધામ તરીકે ઓળખાય છે)  તે સમયે પણ
પેપળુ ગામના વાઘેલા દેવુસિંહ નામના રાજાનું રજવાડુ ચાલતુ હતુ. આથી સાધુ અંચળનાથે દેવુસિંહ વાઘેલાને પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં તેમની સાથે રહેલી કુંવરી ચોથબાના લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેવા સમયે કુંવરી ચોથબાના લગ્ન રાજવી દેવુસિંહ વાઘેલા સાથે નક્કી થયા. તેવા સમયે કુંવરી ચોથબાને ધર્મનો ભાઈ ન હતો. જેથી તેમને મુડેઠા રાઠોડ કુળના ભાઈને ચુંદડી આપવાનું લગ્નની ચોરીમાં વચન માગ્યુ કે તમે જે રીતે મારા લગ્નમાં બક્તર
પહેરીને આવ્યા છો તેવી જ રીતે દર ભાઈબીજના દિવસે ચુંદડી આપવા માટે અશ્વ ઉપર સવાર થઈને બક્તર પહેરીને મળવા આવજો. આમ કહીને રાઠોડ
પરિવારના ભાઈઓ વર્ષની
પરંપરાગતને નિભાવી રહ્યા છે. મુડેઠા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત અશ્વ દોડ અને ઊંટદોડ સ્પર્ધા ભાઈબીજના દિવસે યોજાઈ હતી. જેમાં ૩૦૦ જેટલા અશ્વો અને ૫૦ ઊંટ સવારોએ ભાગ લીધો હતો.

Download Our B K News Today App



Related News