પેપળુ નકળંગ ધામમાં અષાઢી બીજને લઇ માનવ મહેરામણ ઉમટયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 11:36:48
  • Views : 1133
  • Modified Date : 2019-07-06 11:36:48

ભીલડી નજીકના પેપળુ ગામે આવેલ નકળંગ મહારાજનું મંદિર સમગ્ર પંથકમાં આગવુ મહત્વ ધરાવે છે.  પ્રજાજનોની આ શ્રદ્ધા અને
આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં  દર માસની સુદ બીજના દિવસે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ નકળંગ દેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે અષાઢી બીજને લઇ પેપળુ નકળંગ ધામમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ નકળંગ મહારાજના દર્શન કરવા આવતા હોય છે
પેપળુ નકળંગ ધામના મહંત બાબુપુરી મહારાજના માર્ગદર્શન હેઠળ ખુબ સારા આયોજન થકી શ્રદ્ધાળુ
ભાઈ-બહેનો ખુબ શાંતિ  
પૂર્વક દર માસની સુદ બીજના દર્શન કરતા હોય છે. વર્ષ દરમિયાન આવતી વિવિધ બીજમાં અષાઢી બીજનુ પણ ખુબ જ મહત્વ આ પંથકમાં રહેલું છે, જેને લઇ નકળંગ ધામમાં બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News