કોદરામમાં દૂધ મંડળીની વચ્ચેની જગ્યાએ થતાં બાંધકામમાં વડગામ સિવિલ કોર્ટનો મનાઈ હુકમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 12:03:04
  • Views : 495
  • Modified Date : 2019-09-05 12:03:04

વડગામ તાલુકાના કોદરામમાં દૂધ મંડળીની વચ્ચેની જગ્યામાં થતાં
બાંધકામમાં વડગામ સિવિલ કોર્ટે  મનાઈ હુકમ  આપ્યો હતો. ત્યારે આ અંગે ગામના અરજદાર દ્વારા તા.પંચાયત, મામલતદાર સહિત કચેરીઓમાં રજૂઆત કરવા છતાં કોઈ રીઝલ્ટ ના મળતા આખરે વડગામ કોર્ટમાં લેખિત રજૂઆત કરી હતી.
વડગામ તાલુકાના કોદરામ ગામમાં આવેલી ધી કોદરામ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા ગામની વચ્ચે આવેલી જગ્યા ડેરીના કામ માટે
ગેરકાયદે લીધેલ હતી અને જેની પર ગેરકાયદે બાંધકામ કર્યુ હતુ. તેમજ હાલ જર્જરિત હાલતમાં છે. ત્યારે નવા  મકાન માટે ઠરાવ કરી હાલમાં જૂના મકાનની
આજુબાજુ બાંધકામમાં તજવીજ હાથ ધરી હતી. જેને લઇ ગામના જાગૃત નાગરિક ચૌધરી ખુશાલભાઈ કાનજીભાઈએ તાલુકા, જિલ્લા પંચાયત,મામલતદાર કચેરી, સહકારી મંડળીઓની રજીસ્ટાર કચેરીએ વારંવાર લેખિત રજૂઆતો કરી હતી
પણ તેમને કોઈ જ જવાબ મળ્યો ન હતો. ત્યારે આ બાંધકામની જગ્યા ગ્રામ
પંચાયતમાં ચોરા તરીકે નોંધાયલ છે. ત્યારે આખરે ગામના જાગૃત નાગરિક ચૌધરી ખુશાલભાઈ કાનજીભાઈ એ પ્રતિનિધિ તરીકે વડગામ સિવિલ કોર્ટમાં ધી કોદરામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિરુધ્ધમાં ગેરકાયદે બાંધકામ અટકાવવા રજૂઆત કરી હતી. જેના પગલે કોર્ટે
અરજદાર અને પક્ષ કરીને સાંભળી અરજદારની અરજી ગાહ્ય રાખી વધુ બાંધકામ કરવા સામે ધી કોદરામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને મનાઈ હુકમ કર્યો હતો.


Download Our B K News Today App



Related News