સુરતમાં ચોરી કરતો શખ્સ રંગેહાથ હાથ ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-02 15:15:36
  • Views : 112
  • Modified Date : 2023-06-02 15:15:36

 અવાર નવાર કેટલાક અજાણ્યા શખ્શો ચોરી કરવા માટે ઘરમાં ઘુસી જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટનાં સુરતનાં ઓલપાડનાં આંધી ગામે બનવા પામી છે. જેમાં બપોરનાં સમયે બે લોકો ગામમાં આવેલ ઘરોમાં ચોરી કરવા ઘુસ્યા હતા. જે અંગેની જાણ મકાન માલિકને થતા મકાન માલિક દ્વારા બુમાબુમ કરતા ગ્રામજનો ભેગા થઈ જતા બે માંથી એક ચોર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે એક ચોર તેનાં મિત્ર ચોરને ગ્રામજનોનાં હવાલે કરી ભાગી ગયો હતો. ઝડપાયેલ શખ્સને ગ્રામજનો દ્વારા બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો.બે દિવસ અગાઉ ભંગાર લેવાના બહાને ચોરે વિસ્તારની કરી હતી રેકીસુરતનાં ઓલપાડનાં આંધી ગામે બપોરના સમયે ઘરમાં ચોરી કરવા ઘુસેલ એક શખ્સને ગ્રામજનોએ પકડી પાડી ઢોર માર માર્યો હતો. જ્યારે એક શખ્શ ફરાર થઈ ગયો હતો. ત્યારે આ બે શખ્સો દ્વારા બે દિવસ પહેલા  ગામમાં ભંગાર લેવાનાં બહાને ઘુસી ગામમાં રેકી કરી હતી. ત્યારે આજે દિન દહાડે ગામમાં ચોરી કરવા આવેલા બે શખ્શોમાંથી એક શખ્સને ઘરની મહિલાઓએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News