વડગામ તાલુકાના ગામોનું દબાણ દૂર કરવા મામલતદારને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-25 11:42:43
  • Views : 384
  • Modified Date : 2019-07-25 11:42:43

વડગામ તાલુકાના માલધારી સમાજના વિકાસ સંગઠને તાલુકાના ગામોનું દબાણ દૂર કરવા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી અને ગૌચરના દબાણ દૂર કરી માલધારીઓને ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી.
વડગામ તાલુકાના માલધારી સમાજના વિકાસ સંગઠને તાલુકા ગામોમાં જે લોકોએ ગોચરનું દબાણ કર્યુ છે તે દબાણ દૂર કરવામાં આવે તે માટે બુધવારે વડગામ મામલતદાર આર.સી.ઠાકોરને લેખિત રજૂઆત કરી છે. માલધારી વિકાસ સંગઠન ગુજરાતના પ્રતિનિધિ મંડળે મામલતદાર વડગામને મળી વડગામ તાલુકામાં ગૌચરના દબાણ દૂર કરી માલધારીઓને ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.  હાલના સમયમાં અમારા માલધારી સમાજ દ્વારા ગાયો ક્યાં ચરાવવી તે એક મોટો સવાલ ઉભો થયો છે. દિવસે દિવસે લોકો જે ખાલી જમીન
પડી છે તેને પોતાના ખેતરમાં ભેળવી ફેન્સિંગ તારની વાડ કરી નાંખે છે. જેને લઇ માલધારી સમાજ પોતાની ગાયો ચરાવવા માટેની ચિતાને લઈ વારંવાર સરકારને રજૂઆતો કરવામાં આવી છે. તેથી વડગામ તાલુકાના માલધારી વિકાસ સંગઠન દ્વારા વડગામ મામલતદારને ગામોનું  દબાણ દૂર કરવા લેખિત અને રજૂઆત કરવામાં આવી છે.  આ દબાણ દૂર કરી માલધારીઓને ફાળવવામાં આવે તેવી માંગણી હતી.

Download Our B K News Today App



Related News