વડગામ તાલુકાના હરદેવાસણામાં દારૂ બંધ કરાવવા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:38:01
  • Views : 431
  • Modified Date : 2019-09-22 11:38:01

વડગામ તાલુકાના હરદેવાસણા ગામમાં દારૂની બદીએ માઝા મૂકતાં ગ્રામજનો તોબા પોકારી ઉઠયા છે. છેલ્લાં ઘણાં સમયથી હરદેવાસણામાં બુટલેગરો બેફામ બન્યાછે. જેના કારણે ગામમાં યુવા વર્ગ પણ દારૂની લતે ચડી જતા યુવાધન બરબાદીના પંથે જઇ રહ્યો હોવાના ચોકાવનારા આક્ષેપ હરદેવાસણાના પૂર્વ સરપંચ સરદારભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવ્યા હતા. ગામમાં દિનદહાડે પણ દારૂ પીને દારૂડીયા તત્વો જાહેર માર્ગો
ઉપર પણ ખુલ્લેઆમ બિભત્સ વર્તન કરતાં હોવાનું પણ ગ્રામજનો દ્વારા જણાવાયું  છે. ગામમાં દારૂની બદીને ડામવા વડગામ મામલતદાર આર.સી.ઠાકોર. તથા
વડગામ પોલીસ પી.એસ.આઇ.આર.એમ.મોહનીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમા ગામના
સરપંચ રણછોડભાઈ પરમાર, પૂર્વ સરપંચ સરદારભાઇ ચૌધરી, તેમજ ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું.

Download Our B K News Today App



Related News