ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ કર્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 13:26:52
  • Views : 586
  • Modified Date : 2022-08-23 13:26:52


ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ કર્યો છે તેમજ નદી કાંઠા વિસ્તારના લોકોને પણ જો ડેમમાંથી પાણી છોડે અથવા નદીમાં પાણી વધારે આવે તો સાવચેત રહેવા માટે સૂચના આપી છે.ડીસા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હજુ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે . અત્યારે દાંતીવાડા ડેમ પાણી વોર્નીગ સ્ટેજ પર આવી ગયું છે. એટલે ડેમ 593 ફૂટ પાણી ભરાતા ડેમમાં પાણી 70% ભરાઈ ગયો છે જો આગળ ભારે વરસાદ થાય તો દાંતીવાડા જળાશય યોજના માંથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઇ શેક છે,  તેવા સમયે નદીકાંઠાના વિસ્તારના લોકોને પાણી ભરાયેલું હોય તેવી જગ્યાએ જવા માટે,  બિનજરૂરી નદીમાંથી અવર-જવર જવા કરવાનું ટાળવું જોઈએ તેમજ રોડ રસ્તા પર જો પાણી ભરાયા હોય તેવા સંજોગોમાં રસ્તા પરથી પસાર થવું જોઈએ તે માટે સિંચાઈ વિભાગ અને જિલ્લા કલેક્ટર જાણ કરતા ડીસા મામલતદારે નગરપાલિકા ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઇ સહિત તમામ અધિકારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે તેમજ લોકોએ પણ વરસાદને લઈ સચેત રહેવા માટે સૂચના આપી છે . ..

Download Our B K News Today App



Related News