રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અમીરગઢ ટીમ દ્વારા લુવારા ઘટના ન્યાય માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:42:45
  • Views : 309
  • Modified Date : 2021-02-13 11:42:45

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના હમેંશા લોકોના પડખે ઉભા રહી લોકોને મદદરૂપ બનતી સેના છે. ત્યારે તાજેતરમાં જ ૨૬ જાન્યુઆરીના રોજ લુવારા ગામમાં એસ.પી.નિરલિપ્ત રાયના આદેશ અનુસાર અમરેલી જિલ્લાની પોલીસ પ્રશાસંશ  દ્વારા અશોકસિંહ બોરીચાના
એન્કાઉન્ટરનું જે ષડયંત્ર રચવામાં આવ્યું. એક આરોપીને ધરપકડ કરવાના બદલે આટલું મોટું કારસ્તાન રચવામાં આવ્યું  અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો.  પોલીસ દ્વારા ખોટી રીતે મારઝુડ કરી બેનબા
પર પણ પોલીસ દ્વારા ખોટો ઘરેવાઓ કરવામાં આવ્યા. જેને લઈને સમસ્ત રાજપૂત સમાજમાં આક્રોશ જેવા મળી રહ્યો છે અને સમસ્ત રાજપુત સમાજ પોતાના સમાજ માટે ન્યાયની  લડત લડવા અને  કાયદો અને વ્યવયસ્થા જળવાઈ રહે તે માટે બેનબા અને અશોકસિંહને ન્યાય મળે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.  કરણી સેનાની રજુઆત છે નહિતર ઉગ્ર આંદોલોનના
પડઘમ વાગશે ત્યારે બીજી બાજુ મુદ્રા કચ્છ પોલીસ દ્વારા સમા ઘોઘા ગામમાં ગઢવી સમાજના ત્રણ યુવાનોને પોલીસ દ્વારા ખોટી રીતે ટોર્ચર કરી બે યુવાનો સાથે આતંકવાદી સાથે પણ  વહેવાર કરવામાં ન આવે તેવું વર્તન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણમાંથી બે યુવાનો અરજનભાઈ તેમજ હરજાેગભાઈ આ બંને મૃત્યુ
પામ્યા છે. જયારે અન્ય એક  સારવાર હેઠળ છે તેથી પોલીસ દ્વારા ખાખીનો ખોટો રોફ બતાવી રક્ષક જ ભક્ષક બન્યા છે. તેથી જે પોલીસ કર્મીઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે   તેવો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી કરણી સમસ્ત કરણીસેનાના કાર્યકરોની આ આવદેન પત્ર આપી  માંગણી કરી હતી.

Download Our B K News Today App



Related News