મમતા દિવસ- ને માતા અને બાળકોનો દિવસ" માનવામાં છે તમામ સગર્ભાઓની વિનામૂલ્યે તપાસ, રસીકરણ, લોહતત્વની ગોળીઓનું વિતરણ, પાંચ વર્ષથી નીચેના બાળકોનું રસીકરણ!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 13:01:09
  • Views : 272
  • Modified Date : 2021-07-29 13:01:09

     ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા મમતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં અલગ અલગ તબક્કાવાર સગર્ભા મહિલાઓની દેખભાળ રાખવામાં આવે છે જેમાં મમતા દિવસ, મમતા મુલાકાત, મમતા સંદર્ભ અને મમતા નોંધ દ્વારા સગર્ભા મહિલાઓની દેખભાળ રાખવામાં આવે છે..જેમાં સૌપ્રથમ મમતા દિવસ દ્વારા સગર્ભા મહિલાઓના આરોગ્ય અને પોષણ માટે પગલાં લેવામાં આવે છે તેમજ સ્વચ્છતા દિવસ પણ ઉજવવામાં આવે છે ત્યારબાદ મમતા મુલાકાતમાં પ્રસૂતિ બાદ ગૃહ મુલાકાત કરવામાં આવે છે ત્યારબાદ મમતા સંદર્ભ અને મમતા નોંધ દ્વારા માતાના આરોગ્યનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ડીસા શહેરમાં પણ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર રાજ્યની સાથોસાથ ડીસા શહેરમાં પણ આજે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર બુધવારે આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા દિવસની કામગીરી કરવામાં આવતી હોય છે. તે દિવસે બાળકોના અને સગર્ભા માતાઓના આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ડીસામાં આજે આરોગ્ય વિભાગના તમામ સેન્ટરો પર મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે બાળકોની આરોગ્ય તપાસણી તથા રસીકરણ કરાયું હતું. સગભૉ માતાઓની આરોગ્ય તપાસ, વજન, હિમોગ્લોબિનની ચકાસણી કરી લોહતત્વની ગોળીઓ અપાઇ હતી અને ધનૂરવિરોધી રસી પણ આપવામાં આવી હતી.વધુમાં તરુણીઓને પણ તેનું વજન, ઊંચાઇ તથા હિમોગ્લોબિનની ચકાસણી કરવામાં આવી હતી અને ધનૂરવિરોધી રસી આપીને લોહતત્વની ગોળીઓ પણ આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News