શિહોરીમાં તમાકુનું વેચાણ ચાલુ કરતાં માલની આવક વધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-18 11:39:39
  • Views : 918
  • Modified Date : 2020-05-18 11:39:39

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ મુખ્યયાર્ડમાં એરંડા, જીરાની મબલક આવક તેમજ મુખ્ય મથક શિહોરી  સબયાર્ડમાં તમાકુની ૧૩૦૦૦ બોરીની મોટા પ્રમાણમાં આવક રહેલ છે. ગત તા.૦૫-૦૫-૨૦૨૦ થી માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલની સૂચનાથી વહેપારીઓ સાથે શિહોરી બેઠક કરી તમાકુની લે-વેચ ચાલુ કરતાં દિવસે દિવસે તમાકુની આવકમાં સતત વધારો થયા છે. શિહોરી સબયાર્ડમાં તમાકુની આવક વધીને ૨૫૦૦૦
ઉપરાંતની ધારણા છે.
શિહોરી સબયાર્ડના સાહસિક વહેપારીઓ ખેડૂતોની તમાકુ સારી રીતે વેચાણ થાય, ઉંચા ભાવ મળે અને રોકડા નાણાં મળી રહે તે માટે સતત કાર્યશીલ છે. માર્કેટયાર્ડના કર્મચારી ગણ પણ તમાકુનું શિહોરીમાં વેચાણ થાય અને દૂરદૂરથી તમાકુ લઈને આવતા ખેડૂતોને પોતાનો માલ વેચાણ કરી સંતોષ થાય અને ખેડૂતને
પોતાના માલના રોકડા નાણાં તેમજ ઉંચા ભાવ મળી રહે તે માટે સતત દેખરેખ રાખી રહેલ છે. શિહોરી સબયાર્ડના ઉત્સાહી, સાહસિક વહેપારીઓ હાલમાં લોકડાઉનના કારણે માર્કેટયાર્ડમાં કાયમી રહેતા મજુરો પોતાના વતન ગયા હોવા છતાં ગામડાઓમાંથી
આજુબાજુના વિસ્તારના તેમજ લોકલ શિહોરીના મજુરો તૈયાર કરી તમાકુનું વેચાણ ચાલુ કરતાં આજુબાજુના ગામડાઓમાં તેમજ શિહોરીમાં મજુરોને
પોતાની રોજીરોટી મળી રહે છે અને ખેડૂતોને પણ પોતાનો માલ વેચાણ થાય તે માટે સંતોષ થાય છે. થરા મુખ્યયાર્ડમાં હાલ એરંડા અને જીરૂ, વરીયાળીની મબલક આવક થાય છે. થરામાં જીરૂ કચ્છના રાપર તાલુકાનો માલ આવે છે તેમજ ધાંગધ્રા સાઈડના માલ સારો આવે છે. યાર્ડમાં રોકડા નાણાં મળે છે તેમજ ઉંચા ભાવથી ખેડૂતોના માલનું વેચાણ થાય છે. જેથી ખેડૂતો ખુશ થાય છે. મુખ્યયાર્ડ થરા તેમજ સબયાર્ડ શિહોરીમાં માર્કેટયાર્ડના કર્મચારીઓની સતત દેખરેખ રહે છે. ખેડૂતોને માલ વેચાણ કરવા આવતી વખતે કોઈ તકલીફ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે.
મુખ્યયાર્ડ થરા તેમજ સબયાર્ડ શિહોરી ચેરમેનની અથાગ મહેનતથી ચાલુ થતા તાલુકાના ગામડાઓના મજુરો બંને યાર્ડોમાં પોતાની રોજીરોટી મેળવી સંતોષ વ્યક્ત કરે છે. માર્કેટયાર્ડના કર્મચારી તરફથી બંને યાર્ડમાં સતત દેખરેખ રાખવામાં આવે છે. હજુ જેમજેમ સમય જશે તેમ તેમ આવકોનું પ્રમાણ વધશે. ખેડૂતો તેમજ માર્કેટયાર્ડમાં વહેપારી, મજુરો, મહેતાજી ભાઈઓ મોઢા ઉપર માસ્ક ફરજીયાત બાંધે છે તેમજ સરકારી, વહીવટી,
પોલીસ તંત્રની સૂચનાનું દરેક વહેપારીઓ પાલન કરે છે અને લોકડાઉનના નિયમો સચવાઈ રહે તે મુજબ સૌ નિયમ પાળે છે.

Download Our B K News Today App



Related News