ટ્રાફિક પોલીસે રોડ ઉપર ઉડતા રૂપિયા વીણી વીણી માલિકને પરત કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 11:33:14
  • Views : 320
  • Modified Date : 2021-02-17 11:33:14

સામાન્ય રીતે પોલીસનું નામ પડતા જ તોડબાજની છાપ સામે આવી જાય. પરંતુ ગાંધીનગરની ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ એવુ કામ કર્યુ હતુ કે સૌ કોઇને જાણીને નવાઇ લાગે. વાત છે એક સ્કુટર ચાલક ફર્નિચરના વેપારીની. ગત સોમવારે ચ રોડ ઉપર એક સ્કુટર ઉ૫ર યુવક જઇ રહ્યો હતો.
પોતાના ખિસ્સામાં રહેલા મોબાઇલની રીંગ વાગતા બહાર કાઢતા પાકિટ પડી ગયુ હતંુ. જેમા રહેલી રૂપિયાની નોટો ઉડવા લાગતા ટ્રાફિક પોલીસે વીણી લીધી હતી અને મૂળ માલિકને પરત કરી હતી.
નરોડામાં રહેતા અને ફર્નિચરનુ કામ કરતા કિરીટભાઇ મિસ્ત્રી ગત સોમવાર રાતના સમયે ચ રોડ ઉપરથી
પોતાના સ્કૂટર ઉ૫ર આવી રહ્યા હતા. તે દરમિયાન તેમના મોબાઇલની રીંગ વાગતા ખિસ્સામાંથી ફોન કાઢતા સમયે ખિસ્સામાં રહેલુ પાકીટ પડી ગયુ હતુ, જેની ખબર કિરીટભાઇને ન હતી. રોડ ઉપર પાકીટ
પડવાના કારણે તેમા રહેલા ૧૩ હજાર રૂપિયામાં રૂપિયા ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટો ઉડવા લાગી હતી.
રોડ ઉ૫ર ઉડતી નોટો જાેઇને એક સ્કૂટર ચાલક તે
પાકીટ લેવા ગયો હતો, પરંતુ
પાછળ જઇ રહેલી ટ્રાફિક
પોલીસે તેને અટકાવતા કોનુ છે તેમ કહ્યુ હતુ. ત્યારે તે સ્કુટર ચાલક ખોટુ બોલ્યો હતો પરંતુ
પોલીસે તેને ઓળખ આપવાનુ કહેતા દૂધનુ દૂધ અને પાણીનુ
પાણી થઇ ગયુ હતુ. જ્યારે આગળ જતા રોડ ઉપર પડેલી નોટ વિણવાનુ શરૂ કર્યુ હતુ. જેમાં રૂપિયા ૫ હજાર મળી આવ્યા હતા. ત્યારબાદ
પાકીટમાં રહેલા આધાર
પુરાવાને લઇ ફોન કરતા કિરીટભાઇ મિસ્ત્રીને બોલાવ્યા હતા અને તેમને રૂપિયા પાછા આપ્યા હતા. ત્યારે ચોક્કસ કહી શકાય કે ગાંધીનગર ટ્રાફિક
પોલીસે પોતાની માનવતા બતાવી હતી અને પોલીસની ખરડાયેલી છાપ સુધારવા પ્રયાસ કર્યો હતો.

Download Our B K News Today App



Related News