લોકડાઉનની લાચારી વચ્ચે છાપીમાં માલિક બન્યો હેવાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 12:06:27
  • Views : 469
  • Modified Date : 2020-04-13 12:06:27

કોરોના વાયરસના કારણે આખું વિશ્વ હેરાન પરેશાન છે અને વિશ્વના અને ભારતના વધતા જતા કેસો ચિંતામાં વધારો કરે છે, જેના કારણે માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉન નો સરાહનીય નિર્ણય લેવાયો. જેના કારણે લોકોમાં આ વાયરસનો ચેપ લાગવાનું મહદઅંશે ઓછું થયું. પરંતુ આ લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. લોકો આપણા વડાપ્રધાનના બધાજ નિયમોનું પાલન કરવા ઈચ્છી રહ્યા છે પણ પેટમાં ઊઠેલા જ્વાળામુખી એટલે કે ભુખના કારણે લોકોને બહુજ મોટી હાલાકીઓનો સામનો કરવો પડે છે. કારણ કે દરેક માણસ વાયરસ સામે તો કદાચ જીત મેળવી જ લેશે પણ ભુખ સામે લાચાર થઇ હારી જાશે. આવો જ એક કિસ્સો છાપી હાઈવે પર સામે આવ્યો છે.
છાપી હાઈવે પર છાપી એપ્રોચ રોડ પર આવેલા લુબના બુરખા કલેકશનમાં કામ કરતા અબ્દુલ કરીમખાન તથા તેમની પત્નિની તેમના માલીકના કારણે હાલત કફોડી બનવા પામી છે. સરકારના નિયમ અનુસાર
પોતાના ત્યાં કામ કરતાં મજુરોને પગાર ભરી આપવો તેમ છતાં
પણ ફતેગઢ ગામના અસદ શેલીયા નામના દુકાન માલિક
 પાસે આ શ્રમિક દ્વારા પોતાના માલિક પાસે વારંવાર રજૂઆત કરી અને પૈસા તથા રાશનની માંગણી કરવા છતાં આ શેઠ દ્વારા કોઇપણ જાતની મદદ ન મળતા આજે આ શ્રમિકના
પરીવારની હાલત કફોડી બનતા આ શ્રમિકે મીડિયા સમક્ષ
પોતાના માલિક પ્રત્યેનો રોષ ઠાલવ્યો. છાપી પોલીસના જીએચજીના જવાન ગીરીશભાઈ જોષી આ
પરિવારના સભ્યને મળતા તેઓએ સમગ્ર આપવીતી કહી હતી. ત્યારબાદ આ જવાનને તેઓને રાશનની કીટ મેળવી આપી હતી અને માનવતા દાખવી હતી. આ મજુર તેમના માલિક સાથે ફોન પર વાત કરતા તેઓને બિભત્સ શબ્દો બોલવામાં આવ્યા હોવાનું આ મજુર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવી વિકૃત માનસિકતા ધરાવતા આવા માલિકો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
 

Download Our B K News Today App



Related News