પાલનપુરથી પીપાવા વચ્ચે ઇલેક્ટ્રિક કન્ટેનર માલગાડી દોડતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 18:03:31
  • Views : 876
  • Modified Date : 2020-06-16 18:03:31

રેલવે ટ્રેક પર દોડતી ડીઝલ ટ્રેનો ઇલેક્ટ્રિક ટ્રેનોમાં રૂપાંતરિત થાય તેને લઈ રેલ્વે વિભાગ દ્વારા અમદાવાદથી પાલનપુરની રેલવે લાઇનને વીજ કરણથી સજ્જ કરી દેવાઇ છે.જે બાદ પાલનપુરથી પ્રથમ ઇલેક્ટ્રિક કન્ટેનર માલગાડી પીપાવા જવા રવાના કરાઈ હતી.તે બાદ હવે દરરોજ પીપાવાથી પાલનપુર અને પાલનપુરથી પીપાવા વચ્ચે એક ઇલેક્ટ્રિક માલગાડી વહન કરી રહી છે.ઉલ્લેખનીય છે કે  પીપાવાથી  પાલનપુર પહોંચેલી ઇલેકટ્રીક માલગાડી પાલનપુર પહોંચ્યા બાદ તેને ડિઝલ એન્જિનથી જોડી આબુરોડ તરફ પ્રયાણ કરાવાય છે. ત્યારે આબુરોડ તરફથી ડિઝલ એન્જિનથી આવેલી માલગાડીને પાલનપુરથી ઈલેક્ટ્રિક એન્જિનથી જોડી પીપાવા તરફ પ્રયાણ કરાવાઈ રહ્યું છે.જોકે આગામી સમયમાં યાત્રિકો તેમજ માલસામાન માટે વધુ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવાશે તેવું રેલ્વે સૂત્રોએ જણાવ્યું હતું..

Download Our B K News Today App



Related News