રાજસ્થાનમાં મોટી તંગી વચ્ચે ત્રીસ હજાર કરતાં પણ વધુ ગાયો સાથે માલધારીઓએ ડીસા નજીક જમાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-21 10:35:40
  • Views : 306
  • Modified Date : 2022-05-21 10:35:40

રાજસ્થાનમાં મોટી તંગી વચ્ચે ત્રીસ હજાર કરતાં પણ વધુ ગાયો સાથે માલધારીડીસા નજીક જમાવ્યો

 

દર વર્ષે ઉનાળામાં રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારમાં પાણીની મોટી તંગી સર્જાય છે.. આ તંગીમાં લોકોને પીવા માટે પાણી નથી મળતું ત્યારે પશુધનની તો વાત જ શું કરવી... તેવામાં શરૂ થાય છે ગાયોની હિજરત.. રાજસ્થાનથી માંડીને સરહદી પંથકના ગામડાના પશુપાલકો તેમના પશુ ધનને લઈ ડીસા તરફ નીકળી પડે છે...

 

નથી તો આ કોઈ ગૌશાળાના દ્રશ્યો કે નથી કોઈ પાંજરાપોળના દ્રશ્યો.... આ દ્રશ્યો છે પોતાના પશુધનને બચાવવા માટે ચારસોથી પાંચસો કિલોમીટરની પદયાત્રા કરીને આવી રહેલા માલધારીઓના દ્રશ્યો... ડીસા નજીક અત્યારે રાજસ્થાનથી ત્રીસ હજાર કરતાં પણ વધુ ગાયો સાથે માલધારીઑએ ડેરો જમાવ્યો છે.. રાજસ્થાનમાં ઉનાળાની શરૂઆત થતાં જ ઘાસચારો અને પાણીની અછત ઊભી થતી હોય છે.. અને તેવામાં આ માલધારી સમાજના લોકો તેમના પશુધનને જીવંત રાખવા માટે દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં પોતાના દેશને છોડીને ડીસા પહોંચે છે.. માલધારી સમાજના લોકો દ્વારા હજારોની સંખ્યામાં પોતાના પશુ સાથે ડીસા આવીને અહી શક્કર ટેટી અને તરબૂચની ખેતી કરતાં ખેડૂતોના ખેતરો સુધી પહોંચે છે.. શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર સંપન્ન થયા બાદ ટેટી અને તરબૂચના વેળાને ખેતરમાથી દૂર કરવા માટે ખેડૂતો આ માલધારીના પશુઓને ખેતરમાં ચરવા માટે મંજૂરી આપતા હોય છે.. જેથી ખેડૂતને ખેતરમાં વેળા સાફ કરવા માટેની મજૂરી બચી જાય છે અને આ ભૂખ્યા અને તરસ્યા પશુઓને ભોજન મળી રહે છે.. ડીસામાં અત્યારે ત્રીસ હજાર કરતાં પણ વધુ ગાયો સાથે માલધારી સમાજના લોકો તેમના પશુઓ સાથે ડેરો નાંખીને બેઠા છે.. અને ઉનાળાના ચાર માસ સુધી આ જ રીતે ડીસા નજીક રહીને પોતાના પશુઓને ચરાવતા રહેશે અને ચોમાસુ શરૂ થયા બાદ આ પશુપાલકો પોતાના વતન પરત જશે.. ડીસા નજીક પોતાના પશુઓને ચરાવવા આવતા પશુપાલકો જણાવી રહ્યા છે કે જે રીતે સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળને પશુ સહાય ચૂકવવામાં આવે છે તેવી પશુ સહાય આ પશુઓ માટે પણ જો ચૂકવાય તો તેમના પશુઓને નિભાવવા સરળ બની શકે...

ઉનાળાની શરૂઆત સાથે જ પોતાના વતનથી સેંકડો કિલોમીટર દૂર પોતાના પશુઓને બચાવવા માટે આ માલધારી સમાજના લોકો નીકળી પડે છે.. અને રસ્તા પર જ જ્યાં જગ્યા મળે તે પોતાના ડેરા નાંખીને ભૂખ અને તરસ સહન કરીને પોતાના પશુઓનો નિભાવ કરતાં હોય છે.. આ દ્રશ્યો હવે સામાન્ય બનતા જઇ રહ્યા છે.. ત્યારે આગામી સમયમાં જે રીતે બનાસકાંઠા જીલ્લામાં પણ વરસાદ ખેંચાઇ રહ્યો છે તે જોતાં આ પશુપાલકોને આગામી સમયમાં બનાસકાંઠાથી આગળ વધીને વધુ દૂર જવું પડે તો નવાઈ નહીં...

Download Our B K News Today App



Related News