દાંતીવાડા મામલતદારને માલધારી વિકાસ સંગઠને આવેદનપત્ર પાઠવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:35:20
  • Views : 447
  • Modified Date : 2020-07-24 11:35:20

રાજસ્થાનના ઝાલોર જિલ્લાના પાથેડી ગામના સંગીતાબેન દેવાસીને સામૂહિક રેપ કરીને મોતને ઘાટ ઉતારી જઘન્ય કૃત્ય બાબતે માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા દાંતીવાડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
રાજસ્થાન જાલોર જિલ્લાના પાથેડી ગામમાં માલધારી સમાજની દીકરી સંગીતાબેનની સાથે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું તેના અનુસંધાને માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા દાંતીવાડા મામલતદાર કચેરીમાં જઇને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જઘન્ય કૃત્ય કરનાર તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું રાજસ્થાન સરકારને આહવાન કરવામાં આવ્યું. વધુમાં મળતી માહિતી અનુસાર  માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા રાજસ્થાન રાજસ્થાનમાં બનેલી જઘન્ય કૃત્ય આચરનાર તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે અને જો ન્યાય નહી મળે તો રાજસ્થાન ગેલોત સરકાર સામે ડિજિટલ આંદોલન તેમજ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપી પાઠવી માલધારી સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News