માલધારી સમાજ પણ ડેરીઓમાં દૂધ ન ભરાવી ગરીબોમાં વિતરણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-21 12:44:34
  • Views : 332
  • Modified Date : 2022-09-21 12:44:34


રાજ્ય સરકારે ગૌશાળા પાંજરાપોળોને સહાય પેટે રૂ.500 કરોડ જાહેર કરી છ મહિના બાદ પણ ન આપતા 21 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ આપેલા બંધને ખૂબ જ સારો પ્રતિસાદ મલ્યો છે. ત્યારે માલધારી સમાજ પણ ડેરીઓમાં દૂધ ન ભરાવી ગરીબોમાં વિતરણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. . .  .

 

આજે ગુજરાત ભરમાં ગાયોના લાભાર્થે અપાયેલા બંધના એલાનને પગલે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં તમામ વેપારી એસોસિયેશન, સ્વૈચ્છિક સંગઠનો એ પોતાનો ટેકો જાહેર કરતા બંધનું એલાન સફળ રહ્યું હતું.જ્યારે બીજી તરફ માલધારી સમાજ પણ લમ્પી ગ્રસ્ત ગાયોને સરકારે સહાય ન ચૂકવી ગાયોને મોતના મુખમાં ધકેલાતી હોવાનું જણાવી સરકાર સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતુ ડીસામાં માલધારી સમાજે આજે દૂધ ડેરીઓમાં ન ભરાવી ગરીબ વિસ્તારોમાં, શ્રમિક વિસ્તારોમાં દૂધ અને ગોળનું વિતરણ કર્યું હતું. માલધારી સમાજના યુવકો સરકાર સામે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ડીસામાં બંધને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની પણ માંગ કરી છે. . .

Download Our B K News Today App



Related News