પાટણ-ભીલડી રેલવે ટ્રેક પર માલગાડી ટ્રેનનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:17:02
  • Views : 1324
  • Modified Date : 2019-04-21 05:17:02

પાટણ-ભીલડી નવીન રેલ્વેલાઈન પર રેલ્વે દોડાવવા માટે  સી.આર.એસ.ની મંજૂરી માળતા શનિવારથી નવીન રેલ્વે લાઇન પર માલગાડી દોડવાની શરૂ થઇ હતી. ૫૦ જેટલા
પેટ્રોલ ટેન્કર ભરેલ માલગાડી  મહેસાણાથી ભીલડી તરફ ગઈ હતી.
પાટણ શહેર અને જિલ્લાની પ્રજાને મુંબઈ અને દિલ્હી તરફ અવરજવર કરવા માટે રેલવેની સુવિધા મળી રહે તે માટે છેલ્લાં ઘણાં વર્ષોથી લોકોની માંગણી હતી. ત્યારે પાટણ ભીલડી રેલવે પ્રોજેક્ટ મંજૂર કરી ૫૧ કિલોમીટરની નવીન રેલ્વે ટ્રેક બનાવવામાં આવી હતી. આ નવીન રેલવે ટ્રેક પર ટ્રાયલ બેઝ માટે સૌપ્રથમ માલગાડીને દોડાવવામાં આવી હતી જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ આ ટ્રેક  પેસેન્જર ટ્રેન દોડાવવા માટે યોગ્ય છે કે કેમ તેના નિરીક્ષણ માટે રેલ્વે ચીફ સીક્યુરિટી  ઓફિસર અને તેમના અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર ટ્રેકનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ સી આર એસ દ્વારા નવીન રેલ્વે ટ્રેક રેલવે વ્યવહાર તૈયાર હોવાની લીલી ઝંડી આપતા આજથી પાટણ ભીલડી રેલવે ટ્રેક ઉપર મહેસાણા તરફથી ૫૦ થી વધુ પેટ્રોલ ના ટેન્કર ભરીને આવેલી માલગાડી પાટણ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી ત્યારબાદ થોડાક સમય માટે રોકાયા બાદ ભીલડી તરફ પ્રસ્થાન કર્યુ હતું. આ નવીન રેલવે ટ્રેક પ્રતિ કલાક ૭૫ કિલોમીટરની સ્પીડે દોડવા માટે સક્ષમ હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ આગામી મે મહિનામાં આ નવીન રેલ્વે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન પણ દોડતી થશે તેવી ચર્ચા ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News