મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ ર્નિણયો રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 11:14:37
  • Views : 300
  • Modified Date : 2020-12-14 11:14:37

રાજ્યમાં પ્રવર્તમાન ફાયર સેફટી નિયમોને સુસંગત નવી વ્યવસ્થાથી ફાયર સેફટી-સલામતિની સ્થિતી વધુ સંગીન બનશે-આગના અકસ્માતથી જાનમાલનું નુકશાન અટકશે. આ નવી વ્યવસ્થાનો આગામી ૨૬ જાન્યુઆરી થી રાજ્યમાં  અમલ  કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને
ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી
કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક અભિનવ પહેલ કરી છે.  મુખ્યમંત્રી  વિજયભાઈ
રૂપાણીએ એવો ક્રાંતિકારી ર્નિણય કર્યો છે કે, રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે.
આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે.  મુખ્યમંત્રીના આ ર્નિણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, એનઓસી રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને એનઓસી મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-ર૦૧૩ની કલમ-૧રની જાેગવાઇ મુજબ કરવામાં આવશે.
આ સર્વગ્રાહી વિકાસને
પરિણામે આપણે ત્યાં લોકોને રહેવા, ઓફિસો, વ્યવસાયો માટે ઇમારતો-બિલ્ડીંગ્સની જરૂરિયાત રહે તે સ્વાભાવિક છે. આવી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ વગેરેમાં વસતા કે રોજબરોજ ધંધા-વ્યવસાય માટે આવતા નાગરિકોની આગ જેવી દુર્ઘટનાથી સલામતિ-સુરક્ષા એ સરકારની પ્રાથમિક જવાબદારી-ટોપ પ્રાયોરિટી છે.
આ સરકાર લોકોના-નાગરિકોના જાનમાલ સાથે આગ જેવી ઘટનાને પરિણામે કોઇ ચેડા થાય-નુકશાન થાય તે ચલાવી લેવા માંગતી નથી.  આ સમગ્ર પદ્ધતિ રાજ્યમાં પ્રવર્તમાન ફાયર સેફટી રેગ્યુલેશન અને નોર્મ્સને વધુ સુગ્રથિત કરે તેવી અનુકૂળ બનાવવામાં આવી છે. અમારે માટે પ્રજાની જાનમાલની સલામતિ ટોપ પ્રાયોરિટી છે અને તે હેતુસર આ ર્નિણયો
પૂરી સંવેદના સાથે કર્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News