વડગામ માં આવેલા પુરવઠાના માલ ગોડાઉનમાં આગ લાગતાં અફડાતફડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:50:34
  • Views : 454
  • Modified Date : 2019-04-15 05:50:34

વડગામ તાલુકા મથકે આવેલ પુરવઠાના માલ ગોડાઉનમાં અચાનક રાત્રીના સમયે આગ ભભુકી ઉઠતા મામલતદાર પુરવઠા મામલતદાર સહિતના કર્મચારીઓમાં અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.વડગામમાં આવેલા પૂરવઠા વિભાગના માલ ગોડાઉનમાં અચાનક આગ લાગતાં ધુમાડા ના ગોટેગોટા બહાર નીકળતા મામલતદાર કચેરીના સુત્રોને તાત્કાલિક જાણ કરાઈ હતી જાણ થતાં જ વડગામ મામલતદાર આર.સી.ઠાકોર અને પુરવઠા નાયબ મામલતદાર સતીષભાઈ પંડયા ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા અને તાબડતોબ પાલનપુર ફાયર ફાયટરને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાયટર આવીને પાણીનો મારો ચલાવી ને આગને કાબુમાં લીધી હતી માલ ગોડાઉન માં તપાસ કરાતાં ખાલી બારદાન અને  તેલના કાર્ટૂન બલી જવા પામ્યા હતા જોકે સમયસર ફાયર ફાયટર આવી પહોંચતા મોટી ઘટના બનતી અટકી હતી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. વડગામ તાલુકામાં અડધો મહિનો થવા છતાં પુરવઠાનો જથ્થો હજુ સુધી પંડીત દિન દયાલ ગ્રાહક ભંડારના દુકાન યાદોને આપવામાં આવ્યો નથી. માલ ગોડાઉનના મેનેજરની આડોડાઈથી હજુ સુધી દુકાન ધારો માલથી વંચિત રહેવા પામ્યા છે.


Download Our B K News Today App



Related News