મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણીઃ લાખો શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 15:56:25
  • Views : 501
  • Modified Date : 2023-01-16 15:56:25

મકરસંક્રાંતિનો તહેવાર રવિવારે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં મકરસંક્રાંતિના અવસર પર, ભક્તોએ ગંગાસાગરમાં પવિત્ર સ્નાન કર્યું. તો પ્રયાગરાજમાં સૂર્યદેવની ઉત્તરાયણ (મુહૂર્ત 3.01 કલાકે) સાથે લોકો પવિત્ર સંગમમાં પુણ્યની ડૂબકી લગાવતા જોવા મળ્યા.

ઉત્તરાખંડના હરદ્વાર અને ઋષિકેશ અને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને કડકડતી ઠંડીની પણ પરવા કર્યા વિના ગંગામાં ડૂબકી લગાવી પૂણ્ય કમાયાનો સંતોષ માન્યો હતો.

પ્રયાગરાજમાં પોલીસ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ, જિલ્લા ગુના નિવારણ સમિતિ અને સ્કાઉટ ગાઈડ કેડેટ્સ પણ સંગમ નાકે જવાબદારી સંભાળી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર સવારના સાત વાગ્યા સુધી અઢી લાખ લોકોએ સ્નાન કર્યું છે. શનિવારે પણ માઘ મેળા વિસ્તારમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવામાં આવ્યું હતું. પ્રશાસને આ દિવસે 14 લાખ 20 હજાર લોકોએ સ્નાન કરવાનો દાવો કર્યો હતો. મેળા વિસ્તારમાં સંતો અને સંસ્થાઓની શિબિરોમાં પણ ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્નાન કર્યા બાદ ભક્તો પ્રસાદ તરીકે ખીચડીના સ્વાદની મજા ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News