પાટણ નગરપાલિકાની રહેમનજર હેઠળ રહેણાંક મકાનો બન્યા કોમર્શિયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-08 11:41:07
  • Views : 417
  • Modified Date : 2019-11-08 11:41:07

પાટણ શહેરમાં સરકારના નિયમોને નેવે મુકીને બાંધકામ કરવામાં આવતા હોવાની અનેકવાર રજૂઆતો થવા પામી છે તેમ છતાં નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓના પેટના પાણી હલતા નથી અને બેરોકટોક આ બાંધકામો થાય છે. તેમાં ખાસ કરીને રહેણાંકની જગ્યાઓમાં મકાનો તોડીને કોમર્શિયલ
બાંધકામ કરવામાં આવી રહ્યા છે. તો તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ જાગૃત નાગરીકો દ્વારા કલેકટર તેમજ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
પાટણ શહેરનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે ત્યારે બિલ્ડરોએ પણ અવનવી
તરકીબો અજમાવીને કમાવવામાં સરકારી નિયમોને નેવે મુકી દીધા છે અને નિયમોની વિરૂધ્ધમાં બાંધકામ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જોવામાં આવે તો
પાટણ શહેરમાં જે રહેણાંક મકાનો હતા તે મકાનો તોડીને તેમાં શોપિંગ સેન્ટરો તેમજ દવાખાનાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે અને
નગરપાલિકા દ્વારા આ બાબતે કોઇ પગલાં લેવામાં આવતા નથી. તેમજ આ કોમ્પ્લેક્ષો અને દવાખાનાઓ ઉભા કરી દેવામાં આવતા રાહદારીઓને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તેમજ સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક સમસ્યાનો ઉભો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જુના બસ સ્ટેન્ડની આદર્શ સ્કૂલ તરફ જતા માર્ગ ઉપર આવેલ ભગવતીનગર કો.ઓ.હા. સોસાયટીના રોડ તરફના તમામ મકાનો તૂટવા લાગ્યા છે અને તેમની જગ્યાએ કોમર્શિયલ મકાનો બની રહ્યા છે. આ બાબતે કેટલાંય જાગૃત લોકો દ્વારા જાણ કરવામાં આવવા છતાં પાલિકા તંત્ર
પોતાના ખિસ્સાઓ ભરવા માટે આંખ આડા કાન કરીને આ
બાંધકામને પ્રોત્સાહન આપે છે. પાટણમાં મોટા પ્રમાણમાં
બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. તો આ બબતે જિલ્લા કલેકટર તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યુ છે.

Download Our B K News Today App



Related News