ગુડાના મકાનોથી વંચિત રહી ગયેલ લોકો માટે સુવર્ણ તક ગુડા દ્વારા નવા એલ.આઈ.જી. ના ૨૧૦૦ મકાનો બનાવવાની તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 10:54:38
  • Views : 366
  • Modified Date : 2020-10-07 10:54:38

ગુડા દ્વારા ૨૧૦૦ મકાનો બનાવવાની જાહેરાતથી હજુ જે લોકો મકાનથી વંચિત રહી ગયા છે તેમના માટે હવે લવલી ચાન્સ આવી ગયો છે. હા મોટા મકાનો બાંધવા હાલ ગુડા દ્વારા બ્રેક લાગી ગઇ છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નાના એલઆઇજી મકાન બાંધવા પણ સૂચના
અપાઇ હોવાનું સૂત્રો જણાવે છે. ગુજરાતમાં દરેક જિલ્લાનો વિકાસ થાય તે માટે સરકારે ઓથોરિટીની સ્થાપના કરી છે. જેમાં ગરીબથી લઈને મિડલ ક્લાસને જે મકાનનું સપનું હતું તે પૂર્ણ કરવા સરકારે દરેક જિલ્લામાં એવા રાજકોટ (રૂડા) ભાવનગર (ભુડા) વડોદરા (વુડા) જામનગર (જુડા) સુરેન્દ્રનગર (સુડા) જેમ ગાંધીનગર જિલ્લાને
ડેવલપ કરવા માટે ગુડાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે ગુડા દ્વારા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને બળ આપ્યું છે. ત્યારે જૂનું ગાંધીનગર અને નવું ગાંધીનગરની જે દેન છે તે ગુડાને આભારી છે.
દસ વર્ષના ગાળામાં ગુડા દ્વારા હજારો મકાનો એલ.આઈ.જી. થી લઈને એમ.આઈ.જી. ના મકાનો બનાવવામાં આવ્યા છે ત્યારે અગાઉ ચિલોડા રાયસણ અડાલજ ખાતે સ્કીમો મુકીને મોટા ભાગની એલ.આઇ.સી. સ્કીમ પૂર્ણ થયેલ છે. ત્યારે હવે ગુડા દ્વારા એલ.આઈ.જી. મકાનો બાંધવાનો તખ્તો તૈયાર કરીને નવા ૨૧૦૦ જેટલા આવાસો બાંધવાનો ર્નિણય કર્યો છે. ટૂંકા જ દિવસોમાં આની જાહેરાત થાય તેવી વકી છે, ત્યારે આ મકાનો ૮.૫૦ લાખમાં પડશે અને ત્રણ લાખની વડાપ્રધાનની સબસીડી મળતા આ મકાન ૫.૫૦ લાખના નજીવા દરે મળતા જે લોકોને ઘરનું સપનું જોતા હતા તેમના માટે આશીર્વાદરૂપ બને તેવી શક્યતા જણાઈ રહી છે.
જમીન મકાનોના ભાવ આસમાની સુલતાનીની જેમ ઉંચે ચઢી રહ્યા છે ત્યારે હાલ તો ભારે મંદી પ્રવર્તી રહી છે. લોકો જોડે પણ હાલ પૈસા નથી તો કરે શું ? જેથી ઘરનું ઘર ગાંધીનગર ખાતે લેવું સપનું બની ગયું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર સૂચનાથી કેન્દ્ર દ્વારા હજુ પણ વધારે એલ.આઈ.જી. મકાનો બનાવવા અને જેમ લોકોને
પોતાનું ઘરનું ઘર હોય તે સપનું સાકાર કરવા માટે સૂચના તંત્રને આપેલી છે. ગુડા દ્વારા જમીનો એકવાયર કરાયેલી છે અને હવે આ જમીન ઉપર એલ.આઇ.સી. ના મકાનો
બાંધવા તખ્તો તૈયાર થઈ ગયેલ છે. જેથી ટુંકા દિવસોમાં ગુડા દ્વારા જાહેરાત થાય તેવી શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News