ચંડીસરમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-23 12:06:55
  • Views : 499
  • Modified Date : 2020-06-23 12:06:55

પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે લોકડાઉન ખુલતાની સાથે તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કરી દીધુ છે. ચંડીસર ખાતે રહેતા ખેડૂત નરેશભાઈ મગનલાલ પ્રજાપતિ શનિવાર સાંજે જમી ગરમીના કારણે પરિવાર સાથે ઘરની ઓસરીમાં સુઈ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનમાં પ્રવેશીને ઘરમાં પડેલ તિજોરી અને કબાટ તોડીને અંદર રહેલા ૧૩ તોલા સોનાના દાગીના ૬.૫૦ લાખના તથા અઢી કિલો ચાંદી કિં. ૧,૧૧,૬૦૦ ના દાગીના તેમજ ૧,૦૧,૬૦૦ રૂ. ની રોકડ કુલ મળી ૮,૬૩,૨૦૦ લાખની ચોરી કરી અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયા હતા. સવારમાં જ્યારે
પરિવાર ઉઠ્‌યો ત્યારે ચોરી થયા હોવાની જાણ થતા ગઢ પોલીસને જાણ કરી હતી. જેથી ગઢ પીએસઆઈ એસ.એ.ચૌધરી તાબડતોડ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ડોગસ્કવોડ તેમજ એફએસએલની ટીમ બોલાવી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News