ડીસાના શિવનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 10:47:36
  • Views : 425
  • Modified Date : 2020-03-02 10:47:36

ડીસાના શિવનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરતા બીજા ઉપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પુત્રના ઈલાજ માટે ભેગા કરેલા પૈસાની ચોરી થતા પરિવારના આંખમાં આશુ આવી ગયા હતા.
 બનાસકાંઠા જિલ્લા સહિત શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ચોરી લૂંટ અને મારામારીની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લાં એક મહિનામાં ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં ચોરીની મોટી ઘટનાઓ બહાર આવી છે. ચોરોને જાણે પોલીસની સહેજ
પણ ડર ના હોય તેમ એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિઓને અજામ આપી રહ્યા છે. ત્યારે ડીસાના શિવનગર વિસ્તારમાં અજાણ્યા ઇસમોએ રાત્રીના સમયે એક બંધ મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનની અંદર પડેલ ૭૦ હજાર રોકડ અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક મકાનમાલિકને જાણ કરવામાં આવી હતી. જે બાદ મકાનમાલિક નરેશભાઈ ભીલ પોતાના ઘરે આવી તપાસ કરતા પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્‌યું હતું.
પોતાનો પુત્ર બીમાર હોવાના કારણે તમામ લોકો પોતાના ઘરે તાળું મારી અને દવાખાને ગયા હતા. જેનો લાભ ઉઠાવી ચોરોએ ચોરીની ઘટનાને અજામ આપ્યો હતો. આ બાબતે નરેશભાઈ ભીલે ડીસા ઉત્તર
પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મકાન માલિક નરેશભાઈ ભીલનો પુત્ર બીમાર હોવાના કારણે સારવાર માટે ધાનેરા ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં પુત્રની જોડે આખો પરિવાર ત્યાં હતો અને તે મોકાનો લાભ લઈ ચોરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. માંડ માંડ મજૂરી કરી પુત્રની સારવાર માટે ભેગા કરેલા ભેગા કરેલા
પૈસાની અચાનક ચોરી થતા સુગનાબેની આંખોમાંથી આશુ આવી ગયા હતા. ત્યારે આ બાબતે ડીસા ઉત્તર પોલીસ તાત્કાલિક ધોરણે આ ચોરીનો ભેદ ઉકેલી તેમને પૈસા પાછા આપાવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News