પાલનપુરના મોટા ગામે એક સાથે ત્રણ મકાનમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-30 11:46:08
  • Views : 580
  • Modified Date : 2020-04-30 11:46:08

પાલનપુર તાલુકાના મોટા ગામે વહેલી પરોઢે મોટા ગામના ત્રણ જેટલા ખેડૂત પરિવારોના બંધ મકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘરમાં રહેલી ઘરવખરી તેમજ માલસામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. કોરોના વાયરસને લઇ જે  લોકડાઉન  ચાલી રહી છે. જેના કારણે તમામ ગંજ બજાર બંધ હોવાના કારણે ત્રણે ખેડૂત
પરિવારોના અનાજ સહિત ખેતીના પાકો પોતાના ઘરમાં રાખેલ હોય ઘઉં એરંડા બાજરી સહિતનો ત્રણ લાખથી વધુનો  પાક બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
મોટા ગામના ખેડૂત દેહળાજી નવાજી  ધૂંખ,  ભીખાજી નવાજી ધૂંખ  અને મનોજજી  પ્રતાપજી  ધૂંખના બંધ મકાનમાં   અચાનક જ વહેલી પરોઢે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. ગામ લોકોએ પણ આગ
પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગામલોકો દ્વારા પાલનપુર અને ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરાતા ડીસા તેમજ પાલનપુરના ફાયર ફાઇટર ઘટના સ્થળ પર આવી
પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અચાનક જ બંધ મકાનમાં આગ લાગતા ખેડૂત પરિવારના ત્રણ લાખથી પણ વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જ્યારે આ બાબતે ખડૂતે ગઢ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપતા ગઢ પોલીસ દ્વારા પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News