સલ્લા ખાતે ભારે વરસાદના લીધે મકાન ધરાશાયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 12:02:46
  • Views : 491
  • Modified Date : 2019-10-03 12:02:46

પાલનપુર તાલુકાના સલ્લા ખાતે મંગળવારે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે થયેલા ભારે વરસાદના પગલે નાગરબેન લખુભાઈ પરખડીયા નામના વૃધ્ધ વિધવા મહિલાનું મકાન ધરાશાયી થવા પામ્યુ હતું. મકાનમાં રહેલ ઘરવખરી તેમજ અન્ય સામાનને મોટી માત્રામાં નુકસાન થવા પામ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સલ્લા ખાતે રહેતા વિધવા મહિલા નાગરબેન પોતાના મકાનમાં સુતા હતા. દરમિયાન અચાનક તેમનું મકાન ધરાશાયી થતાં તેઓ દોડીને બહાર નીકળી ગયા હતા. એમને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. તેમનો અંદર રહેલો તમામ સામાન વરસાદમાં પલળી જવા પામ્યો હતો અને આ વિધવા મહિલાનો આધાર છીનવાઈ જવા પામ્યો છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરી આ વિધવા મહિલાને સહાય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News