ધાનેરા તાલુકામાં રાયડા ખરીદીમાં લેવાય છે મજુરીના નામે ૩૦૦ રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:00:56
  • Views : 449
  • Modified Date : 2019-04-14 06:00:56

૨૦૦૦ રૂપિયા દલાલોને આપો અને ફોર્મ ડાયરેક્ટ ઓનલાઇન અગાઉ મગફળી કૌભાંડની ટેવ આ રાયડા ખરીદીમાં પણ દેખાઇ ધાનેરા તાલુકામાં ૧ માર્ચથી રાયડાની ખરીદી માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવતાં ૧૨ માર્ચ સુધીમાં ૧૨,૦૦૦ જેટલા ખેડૂતોના ફોર્મ જમા થવા પામ્યા છે. પરંતુ તેની સામે માત્રને માત્ર ૧૨ દિવસમાં ૧૪૦૦ ખેડૂતોના ઓનલાઇન રજીસ્ટ્રેશન થવા પામ્યા છે. ત્યારે બીજી તરફ જે આ રજીસ્ટ્રેશન થયા છે,તેમા મોટાભાગના બારોબાર રજીસ્ટ્રેશન થયા હોવાના કિસ્સાઓ હાલથી બહાર આવી રહ્યા છે. તેમજ માલ તોલાવવા જનાર ખેડૂતો પાસેથી મજુરીના નામે રૂ.૩૦૦ લેવામાં આવી રહ્યા છે. જેથી આવા અધિકારીઓના પાપે જગતનો તાત દંડાઇ રહ્યો છે.સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને ટોકન આપવા માટે સરકારી બાબુઓ અને વચેટીયાઓની મિલીભગતથી કેટલાંય રૂપિયા રળી લીધા હતા અને આ ફરી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માટેની કામગીરી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ધાનેરા તાલુકામાં ૧ માર્ચથી આજ સુધીમાં ૧૨,૦૦૦ કરતાં પણ વધારે ફોર્મ આવ્યા છે.પરંતુ આ ફોર્મ લઇને ઢગલાં કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ કેટલાંક દલાલો મારફતે આપેલા ફોર્મના પુષ્પમ પત્રમના જોરે રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ખેડૂતોને ફોર્મ બારોબાર રજીસ્ટ્રેશન કરાવવા માટે હાલથી દલાલો પણ સક્રીય જોવા મળ્યા હતા. આ ભ્રષ્ટ્રાચારમાં પાલનપુરથી આવતા અધિકારીઓની મિલીભગતથી આ કામો થતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.ધાનેરામાં ૧૨ માર્ચ સુધીમાં ૧૨,૦૦૦ કરતાં પણ વધારે ફોર્મ આવ્યા છે અને તેની સામે ૭ દિવસમાં માત્રને માત્ર ૧૪૦૦ નું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. જેથી આ ધીમી ગતીના કારણે ફરીથી મગફળીમાં જે હાલ ખેડૂતોના થયા તેવા હાલ થાય તેવું જોવા મળી રહ્યુ છે. ત્યારે બીજી તરફ સોમવારથી ખરીદી પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ રોજના ૩૦ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવતા હોવાથી આ ૧૨,૦૦૦ ખેડૂતોનો ક્રમ ક્યારે આવશે તે માટે હાલથી ખેડૂતો ચિંતિત બન્યા છે.ધાનેરાના સામરવાડા ખાતે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે અને તેમાં ખેડૂતો પોતાના ટ્રેકટરમાં પોતાનો મહામુલો માલ લઇને આવે,ત્યારે આ માલ તોલાવવાના ૩૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનુ જોરાપુરા ગામના ખેડૂત ઇશ્વરભાઇએ જણાવ્યું હતું. અને  ખેડૂત ૩૦૦ રૂપિયા આપવાની ના પાડે તો કેતુલ પટેલ દ્વારા ખેડૂતોને  હેરાન કરવામાં આવતાં હોવાનુ પણ ઉમેર્યુ હતુ.


Download Our B K News Today App



Related News