અંબાજી મંદિર ખુલ્લુ મુકાતા માઇભક્તોમાં આનંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 12:09:27
  • Views : 419
  • Modified Date : 2020-06-13 12:09:27

કરોડો માઇભક્તોની આસ્થા અને ભક્તિના પરમ
પવિત્ર કેન્દ્રસ્થાન સમાન અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાતા શ્રધ્ધાળુઓમાં આનંદ અને હરખની લાગણી પ્રસરી છે. કોરોના સંદર્ભે યાત્રિકોની સલામતિ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. માઇભક્તો મોઢે માસ્ક બાંધીને, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને તેમજ તમામ દિશા નિર્દેશોનું પાલન કરીને મંદિરમાં પહોંચી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી ધન્ય બને છે. યાત્રિકોને કોઇ જ તકલીફ ન પડે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસ અને સુરક્ષા જવાનો સેવાભાવથી નમ્રતાપૂર્વક યાત્રિકોને મદદરૂપ બનતા જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓ માટે રેલીંગમાં ટોકન સુવિધા, થર્મલ સ્કેનીંગ દ્વારા યાત્રિકોના ટેમ્પ્રેચરની ચકાસણી, ઠેર ઠેર સેનીટાઇઝરની સુવિધા ઉપરાંત સાબુથી હાથ ધોવા માટે રેલીંગમાં વોશબેસીનની પણ સગવડ કરાઇ છે. રેલીંગમાં
પીવાના પાણીની તથા યાત્રિકોને સંપૂર્ણપણે સેનીટાઇઝ કરી શકાય તે માટે કેબીન બનાવીને થોડીક સેકન્ડોમાં જ યાત્રિકોને ઓટોમેટીક સેનીટાઇઝ કરવાની સરસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રેલીંગમાં પણ યાત્રિકો સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
માતાજીને ચઢાવવાની પૂજા સામગ્રી સ્વીકારવા માટે
પિત્તળના ગેટ પાસે ટ્રસ્ટ દ્વારા સુવિધા કરાઇ છે. ગબ્બર ટોચ મંદિર તથા ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને દર્શન કરી શકે છે. સગર્ભા બહેનો, બિમાર વ્યક્તિઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો હાલ
પુરતા અંબાજી મંદિરના દર્શન માટે ન આવે અને ઘરે બેઠા માતાજીની પુજા અર્ચના કરે તે હિતાવહ છે. આ વૈશ્વિક મહામારીમાં સરકાર દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ કરીએ અને આ વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને મા અંબા મુક્ત કરાવે અને સમગ્ર જનસમુદાયનું રક્ષણ કરે એવી આપણે સૌ મા જગદંબાને પ્રાર્થના કરીએ.


Download Our B K News Today App



Related News