નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:26:14
  • Views : 321
  • Modified Date : 2020-10-27 11:26:14

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. નવરાત્રિ પ્રસંગે માઇભક્તો સરળતાથી માતાજીના સરસ દર્શન કરી શકે તથા કોરોના સંદર્ભે સરકારની માર્ગદર્શિકાનું પણ પાલન થાય તે માટે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી હતી. કોવિડ-૧૯ અન્વયે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા રેલીંગ વ્યવસ્થામાં ઠેરઠેર સેનેટાઇઝર તથા ટેમ્પ્રેચરની તપાસણી અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવામાં આવ્યું હતું.
તંદુરસ્ત રાષ્ટ્ર ના નિર્માણ માટે નવરાત્રિ પ્રસંગે ગાયત્રી શક્તિતીર્થ અંબાજીના સહયોગથી યોજાયેલ વ્યસનમુક્તિ અભિયાનમાં ૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા માતાજીના ચરણોમાં સંકલ્પ લીધા હતા. વિશ્વના ૧૪ દેશોમાં વસતા ૨૯.૫૦ લાખથી વધુ ભક્તોએ માતાજીના ઓનલાઇન દર્શન કર્યા હતા. દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ વિગતો અનુસાર નવરાત્રિ દરમ્યાન ૨૨,૨૫૬ યાત્રિકોએ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે રાહતદરે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ૧,૬૭,૭૬૨ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે. આ પ્રસંગે અંબાજી ટ્રસ્ટને રૂ.૧,૩૪,૧૫,૮૨૫/- ભેટ સ્વરૂપે આવક થઇ છે. નવરાત્રિ દરમ્યાન માઇભક્તો દ્વારા અંબાજી ટ્રસ્ટને ૧૧૨૬.૯૯૦ ગ્રામ સોનાની અને ૧૮૨૪.૮૧૦ ગ્રામ ચાંદીની દાન સ્વરૂપે પ્રાપ્તા થયું છે. નવરાત્રિ પ્રસંગે સૌ પ્રથમ વખત અંબાજી મંદિરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવ્ય રોશની કરવામાં આવી હતી. કોવિડ-૧૯ અન્વયે સરકારની ગાઇડલાઇન અન્વયે વ્યવસ્થા જાળવવામાં સૌ યાત્રિકોએ આપેલ સહકાર બદલ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News