ડીસા ખાતે પાંચ દિવસીય યોગ મહોત્સવનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-18 12:41:19
  • Views : 395
  • Modified Date : 2019-12-18 12:41:19

ડીસાના રોટરી કલબ હોલ ખાતે આયોજિત ગુરુ ધ માસ્ટર વિષય પર આયોજીત પ્રવચનમાં પધારેલ આંતરરાષ્ટ્રીય ગુરુ શૈલેષ રાઠોડે જણાવ્યું કે યોગ એટલે જોડવું. યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારી રીતે બનાવી શકાય છે. શારીરિક અને માનસિક ઉર્જા વધારી શકાય છે. તેઓએ ડીસા ખાતે આયોજિત યોગ મહોત્સવમાં જોડાવા આહવાન કર્યુ હતુ.
આંતરરાષ્ટ્રીય યોગ ગુરૂ શૈલેષજી રાઠોડે જણાવ્યું કે આજે વિશ્વમાં તણાવ વધતો જાય છે લોકો કામકાજના ભાર નીચે દબાઈ રહ્યા છે. દોડધામભરી જિંદગી બની જાય છે. ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારૂ કરી શકાય છે તેનો જો કોઈ સાચો ઉપાય હોય તો તે યોગ છે.
 તેઓએ જણાવ્યું કે જેમ આપણે ઉત્સવ કરીએ છીએ તેવી રીતે યોગ મહોત્સવમાં જોડાવો. એક પુરૂષ યોગ કરે છે, ત્યારે તેનું વ્યક્તિત્વ બદલાય છે, જ્યારે સ્ત્રીઓ યોગ કરે છે ત્યારે આખે આખું પરિવાર બદલાય છે. સમાજમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
આ પ્રવચનમાં હેપીનેસ પ્રોગ્રામના શિક્ષક નિતીનભાઈ ઠક્કર અને અનિલભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે આર્ટ ઓફ લિવિંગ
પરિવાર દ્વારા આગામી તારીખ ૩ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી ૨૦૨૦ સ્પોર્ટસ કલબ ડીસા ખાતે મહોત્સવનું  આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાસ માટે મોબાઈલ નંબર ૯૭૨૭૭૧૬૨૯૭ અને ૯૮૯૮૭૫૧૬૩૩ પર સંપર્ક કરવા આર્ટ ઓફ લિવિંગ
પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રવચનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News