જુનાડીસા ખાતે બિરાજમાન મહાકાલેશ્વર મહાદેવ આસ્થાનું પ્રતિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-02 12:05:54
  • Views : 363
  • Modified Date : 2020-09-02 12:05:54

જુનાડીસા ખાતે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અંદાજિત ૨૦૦ વર્ષ પહેલા આ શિવલિંગ સ્થાપ્યું હોવાનું માનવામાં આવે છે. અખાડામાં તપસ્યા કરતા સાધુ દ્વારા આ શિવલિંગ ઉજ્જૈનથી લાઇવ હોવાનું માનવામાં આવે છે અને ઉજજૈનથી લઈને આ શિવલિંગની સ્થાપ્યું હોવાથી તેનું નામ મહાકાલેશ્વર મહાદેવ પાડવામાં આવેલું છે. આ સંતો દ્વારા શિવલિંગની સ્થાપના કર્યા પછી તેમની તપસ્યાને પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. ત્યારબાદ સમય જતા અહીંના ગામના વડવાઓ દ્વારા તેની સારસંભાળ કરવામાં આવી અને ત્યારથી પેઢી દર પેઢી ગામના લોકો આ શિવલિંગની પૂજા અર્ચના કરી રહ્યા છે.
વાર-તહેવારે શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેમજ શ્રાવણ મહિનામાં અહીં શિવલિંગના અને મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે અહીં આવતા ભક્તોની તમામ મનોકામના આ મહાદેવ પૂર્ણ કરે છે. ખુબજ ચમત્કારી અને પૌરાણિક માનવામાં આવતું આ મહાકાલેશ્વર મહાદેવનું શિવલિંગ આજે આસપાસના વિસ્તાર માટે એક આસ્થાનું પ્રતિક બન્યું છે.

Download Our B K News Today App



Related News