ગઢ ખાતે પીવાના પાણી મુદે મહિલાઓ રણચંડી બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 10:55:26
  • Views : 530
  • Modified Date : 2019-08-04 10:55:26

પાલનપુર તાલુકાના ગઢ ખાતે   છેલ્લાં દોઢ મહિનાથી
પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ગઢના ચૌધરી વાસ વિસ્તારમાં પીવાનું પાણી સદંતર ન આવતા લોકો રોષે ભરાયા હતા અને શનિવારે આ વિસ્તારની મહિલાઓ એકત્ર થઈ ગઢ ગ્રામપંચાયત ખાતે રજૂઆત કરવા આવી હતી.
પરંતુ સરપંચ તલાટી કે
પંચાયતના કોઈ જ સત્તાધીશો હાજર ન રહેતા મહિલાઓએ તેમનો રોષ કેમેરા સામે બતાવ્યો હતો અને પાણી માટેની માંગ કરી હતી અને પાણી નહી મળે તો સરપંચ રાજીનામુ આપે તેવી માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઢ નદી વિસ્તારમાં આવેલ બોર થી આ વિસ્તારમાં પાણીનો પુરવઠો આપવામાં આવે છે. પરંતુ બોર જુનો થયેલ હોઈ અને સરકારના નિયમ મુજબ પીવા લાયક પાણી ન હોઈ આ બોરને બંધ કરીને નવિન બોર બનાવેલ. પરંતુ નવિન બોર પણ ફેલ થઈ જતાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. એટલે ગામલોકોની માંગ છે કે ગઢમાં આવેલ બીજા બોરથી સગવડ કરીને પીવાલાયક પાણી આપવામાં આવે.

Download Our B K News Today App



Related News