દિયોદર કર્મચારી નગરની મહિલાઓ બની રણચંડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:14:33
  • Views : 401
  • Modified Date : 2019-05-07 11:14:33

દિયોદર કર્મચારી નગર સોસાયટીની મહિલાઓ ગતરોજ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. જેમાં સોસાયટીમાં રહેણાંક મકાનોમાં ચાલતી ગેરકાયદેસર હોસ્ટેલો ખાલી કરાવવા તંત્રને મૌખિક રજૂઆત કરી હતી.જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ખાતે આવેલ કર્મચારી સોસાયટીમાં અંદાજિત ૫૦ થી વધુ રહેઠાણ મકાનોમાં આવેલા છે. જેમાં અમુક મકાન માલિકોએ ભાડાના આવકની લાલચમાં હોસ્ટેલના સંચાલકોને મકાનો ભાડે આપ્યા છે. તેમાં સંચાલકોએ મકાનોમાં હોસ્ટેલો બનાવેલ છે સોસાયટી અત્યારે રહેઠાણ હેતુ માટે નહીં પરંતુ વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થઈ રહી છે. હોસ્ટેલોના સંચાલકો તથા વિદ્યાર્થીઓ જમ્યા પછી એઠવાડો  સોસાયટીની જાહેર જગ્યામાં નાખે છે.જેના કારણે ખૂબ જ ગંદકી થાય છે. જેથી રોગચાળો ફેલાવાનો ભય પણ છે. બીજી તરફ સોસાયટીમાં અન્ય ઘરો આવેલ હોવાથી વિદ્યાર્થીઓ હોસ્ટેલોની અંદર એકબીજાને અપશબ્દો ભૂંડી ગાળો પણ બોલતા હોવાથી સોસાયટીની મહિલાઓએ શરમમાં મુકાવું પડે છે અને આખો દિવસ મકાનના યુવાનો  મેળા ઉપર બેઠા હોવાથી મહિલાઓને બહાર નીકળી શકતી નથી અને અજાણ્યા ઈસમો પણ અવર જવર કરતા હોય છે જેથી રહીશોની સલામતી અને સુરક્ષા પણ જાખમાઈ છે હોસ્ટેલોને અન્ય જગ્યા પર ખસેડવામાં  અગાઉ પણ તંત્ર અને સંચાલકો લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં ના આવતા ફરીવાર કર્મચારી નગરની મહિલાઓ હોસ્ટેલો ખાલી કરાવવવાની માંગ સાથે મહિલાઓનું ટોળું દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યું હતું અને મામલતદાર અને નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને હોસ્ટેલો ખાલી કરાવવવાની માંગ કરી હતી.

 


Download Our B K News Today App



Related News